Important Information About School Leaving Certificate


શાળા છોડ્યાનું પ્રમાણપત્ર





(School Leaving Certificate - L.C.)





વિષે અગત્યની માહિતી.









                    શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળા માટેનો ખુબજ અગત્યનો દસ્તાવેજ છે. શાળા શિક્ષણ પૂર્ણ કરેલ દરેક વિદ્યાર્થીને શાળા છોડતી વખતે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું જરૂરી બને છે. આ પ્રમાણપત્ર શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવે છે. માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલા આ પ્રમાણપત્ર વિષે કેટલીક અગત્યની બાબતો જણાવી દરેક આચાર્યશ્રી માટે ખુબ જ જરૂરી બને છે. 





                    અહી અમે આપની સમક્ષ શાળા છોડ્યાના પ્રમાણપત્ર બાબતે કેટલીક અગત્યની બાબતો રજુ કરી રહ્યા છીએ. છે. 





Topics:





❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર? 





❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ? 





❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર? 





❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.





❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર? 





❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.





❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?  





❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.





❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?   





અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?





                શાળાનો જે વિદ્યાર્થી શાળા છોડવા માંગતો હોય તો તેને શાળા ફરજીયાતપણે જે તે શાળામાં જ અભ્યાસ કરવા કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકતી નથી. વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરવા ઈચ્છે તે શાળામાં અભ્યાસ કરવા તે સ્વતંત્ર છે. પરંતુ કોઈ વિદ્યાર્થી એક સાથે બે શાળામાં પણ અભ્યાસ કરી શકતો નથી. તેથી જયારે કોઈ વિદ્યાર્થી કોઈ શાળામાં પ્રવેશ લે છે ત્યારે તેને અગાઉની શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લાવવું ફરજીયાત બને છે. આમ, જયારે વિદ્યાર્થી શાળા બદલવા ઇચ્ચાતો હોય ત્યારે તેને હાલની શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે. આ માટે વિદ્યાર્થીએ શાળાના આચાર્યને એક સાદા કાગળ પર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરાવી પડે છે. આ અરજીના આધારે જ શાળાના આચાર્યશ્રી વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી શકે છે. 





                ગ્રાન્ટ ઇન એઇડ 1964 ના નિયમ 29.32.2 મુજબ જયારે કોઈ આચાર્ય પાસે વિદ્યાથી તરફથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી આવે ત્યારે આચાર્યશ્રીએ આ અરજી મળ્યાના ૭ (સાત) દિવસમાં વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત બને છે. 





અરજી મળ્યાના સાત દિવસમાં પ્રમાણપત્ર ના આપો તો શું છે દંડની જોગવાઈ?





                ગ્રાન્ટ ઇન એઇડ 1964 ના નિયમ 29.32.2 મુજબ જો કોઈ શાળા વિદ્યાર્થીને અરજી મળ્યાના સાત દિવસમાં પ્રમાણપત્ર ના આપી શકે તો પ્રથમ અનિયમિતતા બદલ શાળાને રૂ. 10,000 (અંકે રૂ. દસ હજાર) અને ત્યાર પછીની દરેક અનિયમિતતા માટે રૂ. 25,000 (અંકે રૂ. પચ્ચીસ હજાર) ની દંડની જોગવાઈ છે. આ ઉપરાંત પણ જો શાળા વિદ્યાર્થીને નિયત સમય મર્યાદામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં પાચથી વધુ વખત નિષ્ફળ જાય તો  શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.





કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?





                શાળા છોડયાના પ્રમાણપત્રમાં લખાણની ભાષા વિદ્યાર્થીના અભ્યાસનું ધોરણ અને શાળામાં અભ્યાસના માધ્યમ પર આધાર રાખે છે જે આ પ્રમાણે છે.





❁ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માટે શાળા જે ભાષામાં ચાલતી હોય તે ભાષામાં





(દા. ત. જો શાળા ગુજરાતી માધ્યમમાં ચાલતી હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ગુજરાતી માધ્યમમાં અપાવું જોઈએ અને જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અંગ્રેજી માધ્યમમાં અપાવું જોઈએ.)





 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 





 જો શાળા અંગ્રેજી માધ્યમમાં ચાલતી હોય તો અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવું.





✎ અંગ્રેજી માધ્યમ સિવાયની તમામ માધ્યમમાં ચાલતી શાળાએ જે તે માધ્યમની ભાષા તથા અંગ્રેજી ભાષા એમ બંને ભાષામાં પ્રમાણપત્ર અપાવું જોઈએ.





 (દા. ત. જો કોઈ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ચાલતી હોય તો તે શાળાએ વિદ્યાર્થીઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં અપાવું જોઈએ.)












દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.


:arrow: શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.


:arrow: રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧


:arrow: રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨


:arrow: રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩


:arrow: સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી


:arrow: સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી






Read More





❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.


❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?


❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.


❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?


❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.


❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?


Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ