MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના


Topics




  • યોજના વિશે.




  • સહાય મેળવવા માટે પાત્રતાના ધોરણો




  • સહાયની રકમ




  • જરૂરી દસ્તાવેજો




  • અગત્યની લીંકો







 :arrow: યોજના વિશે.





               ગુજરાત રાજ્યના શાળા કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અને તેમની આર્થીક પરિસ્થિતિ સારી ના હોય તો તેવા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવક (Merit cum Means)ના ધોરણે આર્થિક સહાય આપવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.





 :arrow: સહાય મેળવવા માટે પાત્રતાના ધોરણો







  • ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટાઈલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.




  • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-12ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 90 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.




  • રૂ.4,50,000/-(અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહેશે.




  • ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.




  • સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવતા વિધાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહિ.











  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ


    ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે RTE અંતર્ગત પ્રવેશ યોજના.


    શાળાથી દુર વસવાટ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન યોજના.


    ધોરણ 1 માં દાખલ થતી બાળાઓ માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.








 :arrow:  સહાયની રકમ





ટ્યુશન ફી સહાય




  • પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 2,00,000/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.




  • પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નસીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 50,000/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.




  • પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 10,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.




  • પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની 50% રકમ અથવા રૂપિયા 25,000/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.




  • સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિધાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિધાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.







 :arrow: જરૂરી દસ્તાવેજો







  • અરજદારના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારી પાસેથી)











  • ઓનલાઈન આવકનો દાખલો અને ડોમીસાઈલ સર્કટીફીકેટ કઈ રીતે કાઢવા?


    જાણવા માટે અહી ક્લિક કરો.





  • સેલ્ફ ડેકલેરેશન ફોર્મ




  • એડમીશન લેટર (યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન પ્રવેશ બાદ મળતું પત્ર)




  • બેંક પાસબુક / કેન્સલ ચેક




  • ટ્યુશન ફી ની રસીદ (કોલેજ માંથી મળે)




  • પાનકાર્ડ (પિતાનું)




  • રેશન કાર્ડ




  • આધારકાર્ડ




  • કોલેજ નો MYSY શિષ્યવૃત્તિ બાબતે લેટર




  • ઇન્કમટેક્ષ રીટર્ન




  • રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક નાં હોવાનું ડીકલેરેશન ફોર્મ




  • પાસપોર્ટ સાઈઝ ફોટો




  • ધોરણ 12 ની માર્કસીટ







:arrow: એપ્લીકેશન રીન્યુ કરવા માટે જરૂરી દસ્તાવેજો







  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ. (સ્વપ્રમાણિત)




  • સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર. (અસલમાં)




  • વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું  તે વર્ષ)ની માર્કસીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બંને સેમેસ્ટર ની માર્કશીટ) નકલ. (સ્વપ્રમાણિત)




  • વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા ત્રીજા ચૌથા (જે લાગુ પડતું  તે વર્ષ) માં ફી ભર્યાની તમામ પહોચની નકલ. (સ્વ પ્રમાણિત)




  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ. (સ્વ પ્રમાણિત)




  • વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ. (સ્વ પ્રમાણિત)




  • ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડીકલેરેશન. (અસલમાં)







:arrow: ફોર્મ કઈ રીતે ભરશો?





               ફોર્મ ઓનલાઇન MYSY ની વેબસાઇટ પરથી ભરી સંલગ્ન યુનીવર્સીટી અથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવાઓ સાથે ખરી નકલની ચકાસણી કરાવી જમાં કરાવવાનું રહેશે.





:arrow: Important Links





 :arrow: ઓનલાઈન નવું ફોર્મ તથા રીન્યુ ફોર્મ ભરવા માટે


https://mysy.guj.nic.in/Frm_Stu_Login.aspx


:arrow: વિદ્યાર્થીઓ માટે સુચના ડાઉનલોડ કરવા.


https://mysy.guj.nic.in/Noticeboard/InstructionstoStudents2021.pdf


:arrow: જરૂરી દસ્તાવેજોની યાદી તથા સેલ્ફ ડીકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે


https://mysy.guj.nic.in/frm_stu_doc_list.aspx


:arrow: હેલ્પ સેન્ટરની યાદી માટે


https://mysy.guj.nic.in/Frm_stu_tot_rej.aspx


:arrow: યુનીવર્સીટી / કોલેજો માટે અગત્યની સૂચનાઓ માટે


https://mysy.guj.nic.in/Noticeboard/Important_instructions_other_scholarship.pdf


:arrow: ટેકનીકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન


https://mysy.guj.nic.in/Noticeboard/Important_instructions_other_scholarship.pdf


:arrow: અન્ય તમામ પ્રશ્નો માટે હેલ્પસેંટર અને વિભાગોની યાદી


https://mysy.guj.nic.in/Noticeboard/Department%20list.pdf


:arrow: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે શિક્ષણ વિભાગનો ઠરાવ તથા અન્ય પરિપત્રો માટે.


https://mysy.guj.nic.in/frm_stu_gr.aspx


 








Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ