INCOME TAX ની સંપૂર્ણ માહિતી તથા TAX ગણતરી પત્રક.
Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
The Union Budget 2020 માં individual taxpayers માટે New income tax regime ને રજુ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ કરદાતાઓ માટે જુનું અને નવું tax regime માંથી કયો વિકલ્પ પસંદ કરવો તેના વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. માટે કરદાતા પોતે નક્કી કરી શકશે કે તેને કયો વિકલ્પ પસંદ કરવાથી વધુ ફાયદો થશે. હવે, વિકલ્પ પસંદ કરતા પહેલા કરદાતા માટે બંને વિકલ્પો સમજવા ખુબ જ જરૂરી બને છે.
શું છે Old Tax Regime?
Old income tax regime એ ઈન્કમટેક્ષની જૂની સ્કીમ છે જેમાં કરદાતા દ્વારા કરવામાં આવેલ રોકાણ, પગાર સાથેના અન્ય ભથ્થાઓ, વીમા પોલીસી પ્રીમીયમ, મેડીક્લેમ પ્રીમીયમ, અપંગ માટે ખાસ ડીડકશન ઉપરાંત દાન ની રકમ વગેરે Section 80C, 80CCA, 80D, 80U, 80E, 80G, 80GGA, 80CCD, 80GG, 24, 80CCG વગેરે હેઠળ કરપાત્ર આવક માંથી બાદ મળે છે. જેથી કરદાતાની કરપાત્ર આવકમાં ઘટાડો થતા કર ઓછો ભરવો પડે છે. તેની સામે Old income tax regime માં માત્ર ત્રણ જ Tax Slab છે જેથી કરની રકમમાં વધારો થાય છે.
શું છે New Tax Regime?
The Union Budget 2020 માં કરદાતાઓ માટે New income tax regime રજુ કરવામાં આવી છે. આ tax regime માં કરદાતાને ગ્રોસ આવક માંથી કોઈ પ્રકારના રોકાણો, ભથ્થાઓ અને દાનની રકમ બાદ મળતી નથી. કરદાતાની ગ્રોસ આવક એજ કરપાત્ર આવક ગણવામાં આવે છે અને તેના પર ટેક્ષની ગણતરી થાય છે. આ tax regime કરદાતાઓની આવક મુજબ અલગ અલગ 7 પ્રકારના ટેક્ષ સ્લેબનો લાભ મળે છે. જેથી કરની રકમમાં ઘટાડો થાય છે.
New income tax regime અને Old Income tax Regime બંનેમાં આવક પર Tax ની ટકાવારી અલગ અલગ છે. જે નીચે મુજબ છે.

કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો ?

બંને Tax Regime માં કરદાતાઓને અલગ અલગ પ્રકારની છૂટછાટ અને અલગ અલગ પ્રકારના Tax slab આપવામાં આવ્યા છે. હવે, કરદાતાએ એ સમજવું અગત્યનું રહ્યું કે તેને વિવિધ Section હેઠળ મળતી બચત, ખર્ચ અને રોકાણની છૂટછાટનો લાભ લઇ ઉચો Tax Slab ચૂકવવાથી ચૂકવવાથી ફાયદો થશે કે નીચા Tax Slab નો લાભ લઇ વિવિધ Section હેઠળ મળતી બચત, ખર્ચ અને રોકાણની છૂટછાટનો લાભ જતો કરવાથી ઓછો કર ચૂકવવો પડશે.
કયું Tax Regime સ્વીકારવાથી કરદાતાને કેટલો Tax ચૂકવવો પડશે તે જાણવા માટે એ સમજવું પણ જરૂરી રહ્યું કે કરદાતાનું નાણાકીય વર્ષ દરમિયાન રોકાણ, બચત અને દાન કેટલું છે અને તે પૈકી કેટલી રકમ ગ્રોસ આવક માંથી બાદ મળી શકે તેમ છે ત્યારબાદ ખ્યાલ આવી શકે કે કયું Tax Regime કરદાતા માટે ફાયદાકારક છે. આ સમજવા માટે કરદાતાએ બંને Tax Regime સાથે ટેક્ષની ગણતરી કરાવી પડશે અને જે Tax Regime માં કરદાતાને ફાયદો થાય તે Tax Regime કરદાતાએ સ્વીકારવું રહ્યું.
આ બંને Tax Regime સાથે ગણતરી કરવા કરવા અમે આપને એકદમ સરળ, સચોટ અને સૌથી આધુનિક Tax Calculator રજુ કરી રહ્યા છીએ. આ Tax Calculator ઉપયોગ કરવામાં એકદમ સરળ છે. જેમાં માત્ર આપની બેઝીક માહિતી, આવક અને ખર્ચ કે બચતની રકમ તથા દાનની રકમ નાખવાથી ચુકવવા પાત્ર કરની રકમ આપોઆપ મળી જાય છે.

Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ