:arrow: RTE - રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા.
RTE યોજના માટે જરૂરી પુરાવા
બાળક ના પિતા / વાલના આવકનો દાખલો / પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,50,000/- થી ઓછી આવક).
જાણો
આવકનો દાખલો માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
ડાઉનલોડ કરો આવકના દાખલાનું ફોર્મ.
બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ.
બાળક ના 2 ફોટા.
બાળક નું આધારકાર્ડ, જન્મનો દાખલો.
બાળક ના માતા-પિતા / વાલી ના આધાર કાર્ડ.
બાળકના પિતા / વાલી નો જાતિનો દાખલો.
બાળકના પિતાનું લાઇટબીલ / વેરાબીલ / જો ભાડે થી રહેતા હોય તો ભાડાકરાર.
બાળકનું અથવા બાળકના પિતા / વાલીની બેંક પાસબુકની ઝેરોક્ષ.
અરજી કરી રીતે કરશો?
આ યોજનાનો લાભ લેવા માટે અરજી ઓનલાઈન કરવાની હોય છે. નીચેની લિન્કનો ઉપયોગ કરી ઓનલાઈન અરજી કરી શકશો.
ખાસનોંધ
અરજી વખતે બાળકની ઉપર 5 વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
દરેક પુરાવાની સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા
લઘુમતી શાળા દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.
પ્રધાનમંત્રી આવાસ યોજના - PMAY શૂ તમે જાણો છો વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર) સુધી સહાય મળી શકે છે. જાણો. |
:arrow: પ્રાથમિક શાળામાં ચાલતી ટ્રાન્સપોટેસન યોજના
લાભ કોને મળે?
ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 1 કીમી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીએ 3 કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
કેટલી મળે છે સહાય?
ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂ. 400/- પ્રતિ માસ.
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂ. 400/- પ્રતિ માસ.
ખાસ નોંધ:-
ઉકત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે?
સબંધિત સ્કૂલમાંથી
:arrow: વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
લાભ કોને મળે?
બી.પી.એલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, 0 થી 50 ટકા સુધીની સ્ત્રી સાક્ષરતાદર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને આ લાભ મળવાપત્ર છે.
કેટલો લાભ મળે?
ઉપર જણાવ્યા મુજબ વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ. 2000/- નો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડનીરકમ ધોરણ:- 8 સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે?
જે તે પ્રાથમિક શાળામાંથી.
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ