National Green Corps (N.G.C.) Programme
અન્વયે
શાળામાં થતી ઇકો ક્લબ પ્રવૃત્તિ
પર્યાવરણ
શિક્ષણ માટે આગવો અભિગમ / પૂર્વ ભૂમિકા
પર્યાવરણ
સમતુલાનો પ્રશ્ન આજે એક વૈશ્વિક સમસ્યા બની ગયો છે. દિવસે દિવસે પ્રદુષણ વધવાથી
તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મુક્યા છે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા
તા. 29-30
જાન્યુઆરી-2001ના રોજ કોઈબતુર ખાતે રાજ્ય પર્યાવરણ
મંત્રીશ્રીઓની કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોક
જાગૃતિ કેળવવા માટે નૅશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ
વિશે વિગતે ચિંતન કરવામાં આવેલ કે આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ, પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ઘણા પર્યાવરણીય પ્રશ્નો હલ
કરી શકીએ એમ છીએ. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્ત્રોતોનું
જતન કરીએ. આપણાં દેશમાં રાતોરાત ફેરફાર થઈ શકે નહિ પરંતુ, બાળકો
દ્વારા આપણા ભાવી સમાજના અભિગમમાં ફેરફાર લાવી શકાય. બાળકો નિસ્વાર્થ હોય છે અનેતેઓના
મનમાં નવા વિચારો સહેલાઈથી રેડી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના
કુટુંબમાં ચોક્કસ અસર ઉપજાવી શકે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા
દેશના તમામ જિલ્લાઓમાં નૅશનલ ગ્રીન કોર્પ્સ કાર્યક્રમનો અમલ કરવાનું નક્કી કરેલ
છે. જેમાં પ્રથમ તબક્કે પ્રત્યેક જીલ્લાની 100 જેટલી
શાળાઓમાં ઈકો ક્લબની સ્થાપના કરવાનો નિણય લેવામાં આવ્યો હતો. જેમાં સમયાંતરે
ઉત્તરોતર વધારો કરીને હાલ પ્રત્યેક જીલ્લામાં 500 જેટલી
શાળાઓની મર્યાદામાં ઇકો ક્લબની રચના થઈ શકે છે. આ તમામ શાળાઓને વાર્ષિક રૂ. 5000
જેટલી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. દેશના ભવિષ્ય એવા આજના વિદ્યાર્થીઓમાં
પાયાના જ્ઞાન સાથે જ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, સાથો
સાથ લોકોમાં અને ખાસ કરીનેયુ વાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં આ કાર્યક્રમ
ચોક્કસ રીતે મદદરૂપ થશે.
❁
લક્ષ્ય
પર્યાવરણ
અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલા લેવા
દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો ક્લબની સ્થાપના કરવી.
❁
ઈકોલોજી (પરિસ્થિતિકીય વિજ્ઞાન) એટલે શું?
કુદરતમાં
સજીવોના એકબીજા વચ્ચેના સંબંધો અને તેમની આસપાસના ભૌતિક ઘટકો વચેના આંતર સંબંધોનું
અભ્યાસ કરતું શાસ્ત્ર તે વિજ્ઞાનની શાખા
એટલે પરિસ્થિતિકીય વિજ્ઞાન.
❁
ઇકો ક્લબ એટલે શું?
ઇકો
ક્લબ એટલે શાળાના વિદ્યાર્થીઓનું સંગઠન કે જે પ્રકૃતિ,
વન, વન્ય જીવ, જૈવ વૈવિધ્ય
અને પર્યાવરણના અન્ય ઘટકોના સંરક્ષણ અંગે જાગૃત બની લોકોને જાણકારી પુરી પાડે.
❁
કાર્યક્ષેત્ર
આ
યોજના અન્વયે દેશના તમામ રાજ્યોમાં ઇકો ક્લબની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્યના
દરેક જીલ્લાઓમાં 500 ની મર્યાદામાં
ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇકો
ક્લબની રચના કરી શકાય છે. વર્ષ 2018 થી આ કાર્યક્રમમાં કોલેજો ને
પણ સામેલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
❁
ઇકો ક્લબમાં સામેલ કરવાની થતી સંસ્થાઓ
આ
કાર્યક્રમમાં તમામ શાળાઓ અને કોલેજો સામેલ થઈ શકે છે.
❁
ઇકો ક્લબની રચનાના ધારા-ધોરણો
ઇકો
ક્લબની સ્થાપના કરવા માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે.
·
દરેક જીલ્લામાં 500 ની મર્યાદામાં ઇકો
ક્લબની સ્થાપના કરવાની થાય છે.
·
જે શાળાઓ / કોલેજોમાં ઇકો ક્લબ ચલાવવાનો અનુભવ હોય કે જેમાં પ્રકૃતિ શિક્ષણ અંગેના
કાર્યક્રમો યોજવામાં આવતા હોય તેને પ્રાધાન્ય આપવું.
·
પ્રત્યેક ઇકો ક્લબમાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓનો
સમાવેશ કરવાનો રહેશે.
·
ઇકો ક્લબની પ્રવુતિઓમાં વિદ્યાર્થીઓની યોગ્ય અને પુરતી ભાગીદારી હોય તેનું ધ્યાન
રાખવું.
·
શાળા/કોલેજોની પસંદગીમાં સ્થાનિક સંસ્થાઓ, પ્રકૃતિ
મંડળો વગેરેના પ્રતિભાવો લક્ષમાં લેવા અને તેના કાર્યક્રમોમાં સંસ્થાઓનો સમાવેશ
કરવો.
·
ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારને આવરી લેવામાં આવે તેવી રીતે શાળા/કોલેજોનો સમાવેશ
કરવો.
·
ઇકો ક્લબની સ્થાપના, તેનું સંચાલન વ નિદશન
માટે શિક્ષકની ભૂમિકા ચાવીરૂપ હોઈ તે માટે આ ક્ષેત્રમાં રસ ધરાવતા શિક્ષકને ઇકો
ક્લબના ઇન્ચાર્જ શિક્ષક તરીકે નિમણૂંક કરવાની રહેશે.
·
જીલ્લા શિક્ષણ અધિકારી તથા તાલુકાના કેળવણી નિરીક્ષકએ ઇકો ક્લબ રચવા માટે શાળાઓની પસંદગી
તથા યોજનાઓનું સારી રીતે અમલીકરણ થાય તે માટે જરૂરી કાયવાહી કરવાની રહેશે.
❁
નૅશનલ ગ્રીન કોર્પ્સની રચના અંતગત ઇકો ક્લબનો કાર્યક્રમ અને ઉદેશ્ય.
લોકોમાં
જાગૃતિ કેળવવા ઇકો ક્લબની રચનાથી નીચે મુજબના ઉદેશ્યો પાર પાડવાની અપેક્ષા રાખવામાં
આવે છે.
·
પર્યાવરણીય પ્રશ્નો, સમસ્યાઓ અને તેના શક્ય
ઉકેલો પુરા પાડવા.
·
બાળકોને પર્યાવરણ અને તેની સમસ્યાઓની સમજ પુરી પાડવી.
·
શાળાના બાળકોને પર્યાવરણ શિક્ષણની તકો પુરી પાડવી.
·
સમાજમાં જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો.
·
પર્યાવરણ અને વિકાસની બાબતોમાં વિદ્યાર્થીઓને સાંકળી ઉચિત નિર્ણય લેવાની ટેવ
પાડવી.
·
ભવિષ્યના નીતિ નિર્ધારકો એવા આજના યુવાનોને સમસ્યા ઉકેલની કુશળતાઓ વિકસાવવાની તક
આપવી.
·
ભવિષ્યમાં એમના જીવનમાં ઉભી થનારી પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવામાં સહાયરૂપ થાય
તેવી રીતે સફળ યોજનાઓમાં ભાગીદારી કરવાનો અનુભવ પુરો પાડવો.
·
પોતાની આસપાસ પર્યાવરણ અંગેની સમસ્યા અને ઉકેલ અંગે વિદ્યાર્થીઓને કેળવવા અને દરેક
જણ પોતે જ પોતાના આસપાસના પર્યાવરણ અંગે જવાબદાર છે એ વિદ્યાર્થીઓને સમજાવવું.
·
વિદ્યાર્થીઓને પરિસર તંત્રના ભિન્ન ઘટકો, જૈવિક
વિવિધતા અને તેના પારસ્પરિક આધારની ભૂમિકા અંગે જાણકારી આપવી.
·
પર્યાવરણીય સમસ્યાઓ સંદર્ભે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનીક પૂછપરછની સૂઝ વિકસાવવી,
એમને એકત્રિત કરવા.
·
પર્યાવરણ સંરક્ષણની યોજનાઓમાં વિદ્યાર્થીઓને સાંકળવા.
❁
યોજનાનું હાર્દ
શાળાના
વિદ્યાર્થીઓની બનેલી ઇકો ક્લબ સમાજને મદદપ થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ
માટે સમાજને ત્વરિત લાભ થાય તે હેતુથી નીચેના મુદ્દાઓ પરત્વે અમલ થાય તે ઇચ્છનીય
છે.
·
ઘરના કચરાનો નિકાલ.
·
દવાખાનાના કચરાનો નિકાલ.
·
પાણીની અછત નિવારણની કામગીરી.
·
પ્રદૂષણ અટકાવવામાં સક્રિય ભાગીદારી.
·
નાગિરક સુવિધાઓ પૂરી પાડવામાં સહયોગ.
·
શાળાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ અને શહેરી વનીકરણ.
·
પાણીનો બગાડ અટકાવવા અંગે જાગૃતિ.
·
જાહેર બાગ બગીચાની જાળવણી.
·
લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ, વલણ તથા અભિરુચિ કેળવવી.
·
વન અને વન્ય જીવોનું સંરક્ષણ.
·
જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
·
પ્રકૃતિ,
પરિસરતંત્ર, જૈવિક વિવિધતાઓની અગત્યતાની જાણકારી
અને લોક જાગૃતિ કેળવવી.
❁
ઇકો ક્લબની પ્રવુતિઓ
ઇકો
ક્લબ દ્વારા નીચે મુજબની પ્રવુતિઓ કરી શકાય.
·
પર્યાવરણીય પ્રશ્નો અંગે શાળામાં સેમીનાર, વિચાર
ગોષ્ઠી, વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરી શકાય.
·
શાકભાજીના બગીચા કરવા, જૈવિક કચરાનો કંપોઝ
ખાડો, જળ સંચય, કાગળનો ફરી ઉપયોગ વગેરે
શીખવવું.
·
પર્યાવરણની દ્રષ્ટીએ અગત્યની જગ્યાઓ જેમ કે અભયારણ્ય,
વન્ય પ્રાણી ઉદ્યાનો વગેરે વિસ્તારની મુલાકાત ગોઠવી તેની અગત્યતા
અંગે માહિતી આપવી.
·
પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ગોઠવી, પ્રદૂષણ
થવાના કારણોની તપાસ કરવી, સત્તાધીશોને જાણ કરવી, પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થવાની કામગીરી કરી શકાય.
·
જાગૃતિ માટે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરી શકાય.
·
જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન,
ખેત ઉત્પન્ન બજારો, વગેરે સ્થળોએ રેલી,
વક્તવ્ય, શેરી નાટક, ચર્ચા
સભા, પ્રભાતફેરી, વગેરેનું આયોજન કરીને
લોક સમુદાયમાં જાગૃતિ કેળવવા પ્રયાસો કરી શકાય.
·
શાળામાં કે જાહેર સ્થળોએ વૃક્ષારોપણની કામગીરી કરી શકાય.
·
શાળા,
સોસાયટી કે જાહેર સ્થળોએ સ્વચ્છની કામગીરી કરી શકાય.
·
વ્યક્તિગત સ્વચ્છતા અંગે સભાનતા કેળવવાની કામગીરી કરી શકાય.
·
શાળા કે જાહેર બાગ બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવાની પ્રવુતિઓ કરી
શકાય.
·
ઘન કચરો, બિન આરોગ્યપ્રદ વસ્તુઓ, હોસ્પિટલ વેસ્ટ વેગેરેનો અવ્યવસ્થિત
કે બિન વૈજ્ઞાનિક નિકાલ જેવી જાહેર સમાજને હાનિકારક પ્રવુતિઓ અટકાવવા પ્રયાસ કરી
શકાય.
·
વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્ર સ્પર્ધા, નિબંધ
સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા વગેરેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ
આવે તેવી કામગીરી કરી શકાય.
·
પર્યાવરણીય મહત્વના દિવસો જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસ,
ઓઝોન દિવસ, પૃથ્વી દિવસ વગેરેની ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં
જાગૃતિ આવે તેવી કામગીરી કરી શકાય.
❁
ઇકો ક્લબના શિક્ષકના કર્યો
આ
યોજનાના અમલ માટે ઇકો ક્લબ શિક્ષકશ્રીનું સ્થાન મહત્વનું અને ચાવીરૂપ છે. તે વધુને
વધુ બાળકો આ યોજનામાં જોડાય તેવું પ્રોત્સાહન પૂરું પાડશે. સ્થળને અનુરૂપ યોજનામાં
દશાવેલ વધુને વધુ પ્રવુતિઓનો અમલ કરવા તે જરૂરી પગલા લેશે. ઇકો ક્લબ શિક્ષકશ્રીના
મહત્વનાકાર્યો નીચે મુજબના રહેશે.
·
અઠવાડીયામાં ઓછામાં ઓછા એક કલાક માટે ઇકો ક્લબના સભ્યોને ભેગા કરીને વિવિધ પ્રવુતિઓ
કરાવવી.
·
આવતા અઠવાડીયામાં કઈ પ્રવુતિ કરવી તે અંગે વિદ્યાર્થી જે અભિપ્રાય આપે તે રીતનું આયોજન
કરી વિદ્યાર્થીઓને પ્રોસાહન પુરૂ પાડવું અને તેનું લીસ્ટ બનાવી આચાર્યશ્રી સાથે
ચર્ચા કરી તેના અમલ માટે જરૂરી કાયવાહી કરવી.
·
જીલ્લા સમિતિને દરેક માસે કરેલ પ્રવુતિઓનો અહેવાલ મોકલવો.
·
તાલુકા અને જીલ્લા કક્ષાના કાર્યક્રમો યોજવા. જીલ્લા સમિતિ સાથે સંકલન કરવું.
❁
કાર્યક્રમ માટે નાણાંકીય જોગવાઈ
કાર્યક્રમની
સાતત્યતા જળવાય અને ઇકો ક્લબ પર્યાવરણ સંરક્ષણની વધુ સારી પ્રવુતિઓ કરી શકે તે માટે
₹5000 જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે.
ઇકો
કક્લબ સહાય અંતગત ખર્ચ કરી શકાય તેવી પ્રવુતિઓની યાદી
·
સામાન્ય કામગીરી
o વૃક્ષારોપણ કરી શકાય
o ઔષધીય ગાડન બનાવી
શકાય
o બાગ-બગીચા માટેના ઓજારો
ખરીદી શકાય
o શાળામાં સેમીનાર/
અલગ-અલગ સ્પર્ધાનું (ચિત્ર/નિબંધ/વકતૃત્વ) આયોજન - ઈનામ વિતરણ
o નર્સરીની મુલાકાત
કરાવી શકાય
o શેરી નાટકો, રેલી, પર્યાવરણ જાગૃતિ માટે સાહિત્યની ખરીદી
o પક્ષીઓના માળાનું વિતરણ,
પક્ષીઓને પીવા માટે માટીના પાણીના કુંડા, ચણ
માટેની ડીશ નું વિતરણ
o પક્ષીઓને બેસવા માટે ચબુતરો
વગેરે
o અલગ-અલગ પર્યાવરણીય દિવસોની
ઉજવણી
o અઠવાડીયામાં એક દિવસ
શાળાના વૃક્ષ નીચે બેસાડીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાય જેથી ઉર્જાની બચત કરી
શકાય અને બાળકો કુદરતી સૌંદય માણી શકે
o પ્લાસ્ટિકની
નાની-નાની ડબલીઓમાં અલગ-અલગ પ્રકારના બીજ રાખી નિદર્શનમાં મુકી શકાય
o હર્બેરીયમ બનાવી શકાય
o શાળાના ઇકો ક્લબના
નામનું બેનર બનાવી શાળાના દરવાજા પર લગાવી શકાય
o રોડ પર હોય તેવી શાળા
ઇકો કક્લબનું નામ દશાવી રોડ પર (દા.ત. “સુરજ ઇકો કક્લબ - વાહન ધીમે ચલાવો” તેવુ બોર્ડ
મારી શકાય)
o વિદ્યાર્થીની વાનસ્પતિક
ઓળખ વધે તે માટે માટીના કુંડામાં છોડ વાવી શાળાની લોબીમાં મુકી શકાય.
·
સ્વચ્છતા અભિયાન અંતગત
o શાળામાં અને ગામમાં
સફાઇ કાર્યક્રમો
o ગામ અને શાળામાં
કચરાપેટીનું વિતરણ
o પ્લાસ્ટિક વીણવા માટે
હાથમોંજા ખરીદી શકાય
o વીણેલા પ્લાસ્ટિકને ભેગુ
કરવા માટે કોથળા (સીમેટ/ શણના કોથળા/ ખાતરની ખાલી થેલીઓ) ખરીદી શકાય.
o પ્લાસ્ટિક વીણવા માટે
લોખંડના સળીયા ખરીદી શકાય. (૩ - ૩.૫ ફૂ ટ લાંબા)
o સ્વચ્છતા અભિયાન માટે
સાવરણી, સાવરણા, સુપડી, સુતળી, ટોપલા, ટોકર (કતેડુ,
તબડકુ, તગારૂ, દોડીયું)
ખરીદી શકાય.
o સ્વચ્છતા અંગેના સુત્રો
લખી શકાય (દિવાલ પર પ્રિન્ટ કરી શકાય, વિનાઇલ બેનરો બનાવી
શકાય.)
સ – સવને
ફા – ફાયદા કારક
ઇ – ઇલાજ
o કચરા પેટી ખરીદી શકાય
(સુકો કચરો, ભીનો કચરો, કાગળનો કચરો,
પ્લાસ્ટિકનો કચરો, લોખંડનો કચરો વગેરે માટે અલગ
કચરાપેટી બનાવી શકાય)
o કમ્પોસ્ટ ખાતર માટે ખાડો
ખોદાવી શકાય.
o પ્લાસ્ટિકની
નાની-નાની ડોલ ખરીદી તેના પર ઇકો ક્લબનું નામ લખી પાનના ગલ્લાવાળાને આપી શકાય જેથી
પાન, તબાકુની પડીકી કચરા ટોપલીમાં નાખે.
·
પાણી અંગે
o ટપકતા નળનું વાયસર,
નળ બદલાવી શકાય
o પીવાના પાણી માટે ગઢી,
પાણીના માટલા, સ્ટીલના ગ્લાસ, માટલાનું ઢાંકણ, સ્ટીલના બુઝારા, ડોયો, ડોલ) વગેરે ખરીદી શકાય.
o પાણી અંગેના સુત્રો
લખી શકાય, પ્રિન્ટ કરી શકાય .
·
વનીકરણ
o વનીકરણ માટે વાડ
(થોરની વાડ, કાંટાની વાડ, જીવંત વાડ,
ટ્રી ગાર્ડ) બનવી શકાય.
o વન વિભાગની નર્સરીમાંથી
રીક્ષામાં છોડ લાવી વાહતુક ખર્ચ કરી શકાય
o રોપાની થેલી કાપવા
માટે પતરી, ચપુ, કટર ખરીદી શકાય
o સરગવાના રોપા વેચાતા
લાવી શાળામાં રોપી શકાય / બાળકોને આપી શકાય
o શાળામાં શાળા નસરી
કરવી હોય અથવા વનીકરણ કરેલ હોય તો શાળાના વેકેશનમાં સાચવવા માટે રાખેલ માણસને વિવેકપુણ
રીતે તેના પગારનો ખર્ચ કરી શકાય.
·
અલગ- અલગ વિભાગની ગ્રાન્ટ બાબતે
o ટ્રાયબલ સબ પ્લાન
કચેરીમાં પ્રોજેકટ મુકી શાળાના ઇકો ક્લબ બાળકોને લીલી ટોપી આપવા માટેના ખર્ચનો પ્રોજેકટ
બનાવી ૧૦% લોકફાળો ઇકો ક્લબની સહાય માંથી આપી શકાય
o છત (ધાબા)ના વહી જતા
ચોમાસાના પાણીને સંગ્રહીત કરવા માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ટ્રાયબલ સબ પ્લાન માં
૧૦% લોકફાળો આપી શકાય.
0 ટિપ્પણીઓ