Section 80 G / 80GGA / 80GGC હેઠળ દાન

  Section 80 G / 80 GGA /80 GGC હેઠળ કેટલું કરી શકાય દાન ?

કેટલું મળી શકે બાદ?


Section 80 G શું છે?

                    Income Tax Act હેઠળ Section 80 G નાણાકીય વર્આષ ૧૯૬૭-૬૮ થી અમલમાં મુકવામાં આવેલ છે. ત્યાર બાદ આ કાયદામાંથી ઘણી બધી કલમો અને વિભાગોને કુર કરવામાં આવેલ છે પરંતુ આ વિભાગ હજુ પણ પોતાનું સ્થાન જાળવીને બેઠો છે. સમાજમાં સેવાના કામ કરતી ચેરીટેબલ સંસ્થાઓને લોકો દાન કરવા પ્રેરાય તે આ વિભાગનો મુખ્ય હેતુ છે જેથી આ વિભાગને દુર કરેલ નથી અને લાગે છે કે હજુ પણ દુર કરવામાં આવશે નહિ. 

                         અમુક રાહત ભંડોળ અને સખાવતી સંસ્થાઓમાં આપેલ દાન કે ફાળો આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ કરપાત્ર આવકમાંથી કપાત તરીકે દાવો કરી શકાય છે. જોકે, બધા દાન કલમ 80 G હેઠળ કપાત માટે પાત્ર નથી. ફક્ત  નિર્ધારિત ભંડોળ માટે કરવામાં આવેલ દાન કપાત માટે લાયક છે. આ કપાતનો દાવો કોઈપણ કરદાતા - વ્યક્તિઓ, કંપની,  કે ભાગીદારી પેઢી દ્વારા કરી શકાય છે. ચાલુ નોકરી સિવાય પેન્શન મેળવતા કરદાતા પણ આ પ્રાવધાન હેઠળ કરપાત્ર આવકમાંથી બાદ મેળવી શકે છે. 

કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?

                    ભારતમાં હજારો ટ્રસ્ટ નોંધાયેલા છે જે સેવાભાવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવાનો દાવો કરે છે. પરંતુ આ તમામ ટ્રસ્ટ ખરેખર સેવાભાવી પ્રવૃત્તિ જ કરે છે તેમ નથી. આથી  માત્ર સેવાભાવી ટ્રસ્ટને ટેક્સનો લાભ મળે તે માટે સરકારે તમામ સખાવતી ટ્રસ્ટ્સને આવકવેરા વિભાગમાં પોતાનું નોંધણી કરાવવી ફરજિયાત બનાવ્યું છે. અને આ હેતુ માટે સરકારે બે પ્રકારના રજિસ્ટ્રેશન જરૂરી કર્યા છે. જો ટ્રસ્ટ નોંધણીનું પાલન કરે છેતો જ તેમને ટેક્સ છૂટનું પ્રમાણપત્ર મળશેજે 80 G પ્રમાણપત્ર તરીકે પ્રખ્યાત છે. અને આ 80G પ્રમાણપત્ર ધરાવતા ટ્રસ્ટને કરેલ દાન જ કરદાતા કરપાત્ર આવક માંથી બાદ મેળવવા માટે દાવો કરી શકે છે.

કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?



જાણવા માટે આગળ વાચો.....

Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ