રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના નાણા વિભાગના તા. ૧૫/૧૦/૧૯૬૬ ના ઠરાવથી અમલમાં મુકવામાં આવેલ છે. પ્રસ્તુત યોજના અંતર્ગત વખતોવખત થયેલ સુધારાનું વહીવટી અમલીકરણ સરળ બને તે હતુસર વંચાણમાં લીધેલ ક્રમ (1) અને ક્રમ (૨) ના ઠરાવથી સંકલીત સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે
હાલમાં કોવિડ-૧૯ મહામારી અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશન અને હોસ્પિટાલીટી ક્ષેત્રમાં મુશ્કેલી પડવાના કારણે, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત રાજ્ય સરકારના અમુક કર્મચારીઓ ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૭ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તા. ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ પૂર્ણ થાય છે, તેનો લાભ લઇ શકેલ નથી. સદર મુદતમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
એલ.ટી.સી. ની અવેજીમાં રોકડ મેળવવા માટેનું અરજી પત્રક.વિશેષતાઓ :arrow: કર્મચારીની માહિતી નાખવાથી સમગ્ર ફોર્મ તૈયાર. :arrow: અરજીનો નમુનો અને ગણતરી પત્રક એક જ ફાઈલમાં. :arrow: એકદમ સરળ અને એકદમ સચોટ. |
વધુમાં, હાલ કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનના કારણે વેપાર જગતમાં તંગી પ્રવર્તે છે. તે જોતાં લોકોની ખરીદ શક્તિ વધે અને તે મુજબ રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે હેતુને ધ્યાને રાખી, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ યોજનાની અવેજીમાં ખાસ રીકડ પેકેજ યોજના જાહેર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઉપર જણાવેલ બન્ને બાબતો પરત્વે પુખ્ત વિચારણાના અંતે ઉપર વંચાણમાં લેવામાં આવેલ ક્રમ(૧) અને (ર) ના ઠરાવની જોગવાઇઓને આધીન નીચે મુજબ આથી ઠરાવવામાં આ છે.
L.T.C. ને લગતા તમામ પરિપત્રો એક જ પેજ પર. |
રજા પ્રવાસ રાહત(વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તા. ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ પૂર્ણ થાય છે તેમાં વધુ ૩ (ત્રણ) માસનો વધારો કરી, તા. ૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવે છે.
રજા પ્રવાસ રાહત,વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત લોક વર્ષ ૨૦૧૬-૧૭ નો લાભ લેવામાંથી વંચીત રહેલ કર્મચારીઓ અને હાલમાં સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં, જા પ્રવાસ રાહત, વતન પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પ નીચે જણાવેલ શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવે છે.
ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મFORM ની વિશેષતાઓ ❁ તિજોરી અને પગાર નિયામકની કચેરી ના નોમ્સ મુજબનું ફોર્મ. ❁ ચેક લીસ્ટ અને પત્રક -4 સામેલ. ❁ કર્મચારીએ આપવાની થતી તમામ બહેધારીના નમુના. ❁ તાલુકા કક્ષાએથી આપવાના થતા તમામ પ્રમાણપત્રોના નમુના. ❁ વિકલ્પ ફોર્મનો નમુનો. ❁ તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવાના થતા આદેશના નમુના. |
જે કર્મચારીઓ દ્વારા બ્લોક વર્ષ ૨૦૧૮-૧૯ નો લાભ ભોગવી લેવામાં આવેલ છે તેઓને આ ખાસ રોડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
આ યોજના બ્લોક વર્ષ ૨૦૨૦-૨૩ માટે લાગુ પડશે નહીં.
ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત પેશગી મળવાપાત્ર થશે નહીં.
ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સામાં, કર્મચારી દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ, તે રજાનું રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાની રહેશે. સદરહુ રજાઓને એલટીસી અંતર્ગત રજાનું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમાં લેવાની રહેશે.
સૂચિત ભાડાની નિશ્રચિત રકમ કરતા કર્મચારી દ્વારા ૩ (ત્રણ) ગણો ખર્ચ કરવામાં આવે તો, સૂચિત ભાડાની રકમ મળવાપાત્ર બને છે.
રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડાની રકમની પાત્રતા માટે, કર્મચારી દ્વારા GST રજીસ્ટર્ડ વેપારી / સેવા પુરી પાડનાર પાસેથી, ૧૨% થી ઓછો જીએસટી દર ન હોય તેવી કોઈ વસ્તુ ખરીદી / સેવા મેળવવામાં આવેલ હોય અને તે પરત્વેનું ચૂકવણું શક્યત: ડીજીટલ માધ્યમ દ્વારા કરવામાં આવેલ હોય તેમજ જીએસટી નંબર અને યુકવેલ જીએસટીની રકમ દર્શાવતું ચલણ મેળવેલ હોય તે ધ્યાને લઇ, (૧) રજાનું રોકડમાં રૂપાંતર જેટલી રકમ અને (૨) સૂચિત ભાડાથી ત્રણ ગણી રકમનો ખર્ચ કરવાનો રહેશે.
કર્મચારીને મળવાપાત્ર રકમનું ચુકવણુ સદરહુ પેકેજની કુલ રકમ (એલ.ટી.સી. માટે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર અને સુચિત ભાડુ) અથવા આ સાથે સામેલ પરિશિષ્ટ - A મુજબના ઉદાહરણો દર્શાવ્યા મુજબના ખર્ચની મર્યાદામાં મળવાપાત્ર થશે
જે કર્મચારીના કિસ્સામાં રાજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મેળવ્યા સિવાય ખાસ રોકડ પેકેજનો લાભ મળવાપાત્ર બનતો હોય તે કિસ્સામાં આ સાથે સામેલ પરિશિષ્ટ - B મુજબની મર્યાદામાં રકમ મળવાપાત્ર છે.
સદરહુ યોજના અંતર્ગત પરિશિષ્ટ-4 મુજબનાં ઉદાહરણમાં દર્શાવ્યા મુજબના જે તે કર્મચારીને મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) હોય તેમજ તેમને મળવાપાત્ર સૂચિત ભાડાની રકમ (B) ધ્યાને લેતા, જે તે કર્મચારી દ્વારા જો રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) અને મળવાપાત્ર સુચિત ભાડાની ત્રણ ગણી રકમ (3xB) જેટલો ખર્ચ કરવામાં આવે તો સદરહુ પેકેજ યૌજના અંતર્ગત મહત્તમ રકમ કે રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) અને મળવાપાત્ર સૂચિત ભાડાની રકમ (B) જેટલી રકમ મળવાપાત્ર થશે.
જે કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતર (A) અને સૂચિત ભાડાની રકમની ત્રણ ગણી રકમ (3 X B) કરતાં ઓછો ખર્ચ કરવા માં આવે તે કિસ્સા માં બા સાથે સામેલ ઉદાહરણ (પરિશિષ્ટ-A) મુજબ પ્રોપોર્શન ધોરણે રકમ મળવાપાત્ર રહેશે.
સદરહુ પેકેજ યોજનાનો લાભ તા. ૩૧/૩/૨૦૨૧ સુધીમાં લેવાનો રહેશે અને આ બાબત પરત્વેના દાવાઓ શકયત: તા. ૩૧/3/૨૦૨૧ સુધીમાં સરભર કરવામાં આવે તે જોવાનું રહેશે.
પ્રવર્તમાન નિયમોનુસાર રજાનું રોકડમાં રૂપાંતરના કિસ્સામાં ટીડીએસ લાગુ પડે છે. સદરહું પેકેજ યોજના અંતર્ગત સૂચિત ખરેખર કરેલ મુસાફરીના બદલે એલટીસી ભાડુ સરભર કરવાનું નિયત કરવામાં આવેલ હોવાની બાબત ધ્યાને લેતાં, સદરહુ રજાનું રોકડમાં રૂપાંતરની રકમ આવક વેરાના હેતુ માટે ગણતરીમાં લેવાની રહેશે નહીં તેમજ સૂચિત એલટીસી ભાડાને સરભર કરતા સમયે ટીડીએસની કપાત કરવાની રહેશે નહી.
સદરહુ પેકેજ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ફરજીયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડુ બંનેનો લાભ લેવાનો રહેશે અને તો જે આ પેકેજનો લાભ મળવાપાત્ર થશે.
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
1 ટિપ્પણીઓ
[…] […]
જવાબ આપોકાઢી નાખો