Old Pension Scheme એટલે કે જૂની પેન્શન યોજના કે જેનો લાભ આઝાદી સમયથી સરકારી કર્મચારીઓને મળી રહ્યો છે. પરંતુ હાલ સરકારે આ પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના અમલમાં મૂકી છે. આ નવી પેન્શન યોજના અંતર્ગત કર્મચારીના બેઝીક પગાર + મોંઘવારી ભથ્થાની 10% રકમ પગારમાંથી કાપી વિવિધ પેન્શન આધારિત ફંડમાં રોકવામાં આવે છે. કર્મચારી દ્વારા રોકવામાં આવતી રકમ જેટલી જ રકમ સરકાર દ્વારા પણ કર્મચારીના ખાતામાં જમા કરવામાં આવે છે. કર્મચારી નિવૃત્ત થતા આ તમામ રકમ તથા આ રકમ પર મળેલ રીટર્ન ઉમેરીને કર્મચારીને પેન્શન તરીકે આપવામાં આવે છે.
:arrow: સરકારે શું કરી જાહેરાત?
પરંતુ હાલ કેન્દ્ર સરકારે તેમના સરકારી કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત કેન્દ્ર સરકારની લાયકાત પૂર્ણ કરી ચુકેલા કર્મચારીઓને NPS ને બદલે OPS નો લાભ લેવા માટે છૂટ આપવામાં આવી છે.
જે કર્મચારીઓ યોગ્ય લાયકાત ધરાવે છે અને અને OPS નો લાભ લેવા માંગે છે તેઓએ તારીખ 05/05/2021 સુધીમાં અરજી કરવી ફરજીયાત છે. જો કર્મચારી આ સમયગાળા દરમિયાન કોઈ અરજી કરવામાં નિષ્ફળ જશે તો તેવા કર્મચારીને NPS યોજના મુજબ જ લાભ મળવાપાત્ર થશે.
:arrow: શું છે NPS?
NPS (National Pension Scheme) એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પેન્શન યોજના છે. આ પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારના સશસ્ત્ર દળના કર્મચારી સિવાય તમામ વિભાગના કર્મચારીઓને લાગુ પડે છે. આ ઉપરાંત ખાનગી અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પણ આ પેન્શન યોજના મુજબ લાભ લઇ શકે છે. આ યોજના મુજબ કર્મચારીના પગારમાંથી પેન્શન ફંડ તરીકે દર માસમાં અમુક રકમ કાપવામાં આવે છે. આ રકમનું વિવિધ પેન્શન ફંડમાં રોકાણ કરવામાં આવે છે. ઘણી વખત નોકરીદાતા તરફથી પણ કર્મચારીના પેન્શનફંડમાં ચોક્કસ રકમ રોકવામાં આવતી હોય છે. આ તમામ રકમ તથા તેના પર મળેલ રીટર્ન કર્મચારીને પેન્શન તરીકે આપવામાં આવે છે. શરૂઆતમાં આ યોજનામાં માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ Pension Fund Regulatory and Development Authority (PFRDA) દ્વારા તેનો વ્યાપ વધારીને આ યોજના ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. હાલ, આ યોજનાનો લાભ કોઈ પણ ભારતીય નાગરિક લઇ શકે છે પછી તે કર્મચારી હોય કે ના હોય. અને આ યોજના અંતર્ગત કરવામાં આવેલ રોકાણ income tax act ના Section 80C અને Section 80CCD મુજબ કરપાત્ર આવકમાંથી બાદ મળે છે.
:arrow: NPS યોજનામાં થયેલ સુધારાઓ.
કર્મચારીઓની માંગણી અને પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) માં ઘણા બધા સુધારાઓ રજુ કાર્ય છે. જે આ મુજબ ગણાવી શકાય.
આ યોજના અંતર્ગત પહેલા માત્ર 40% રકમ જ ઉપાડી શકાતી હતી અને 60% રકમ ના હપ્તા કરી દર માસે પેન્શન તરીકે આપવામાં આવતી હતી. પરંતુ હવે સમગ્ર રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવેલ છે.
NPS ફંડમાં પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી દ્વારા રોકાણ કરવામાં આવતી રકમ જેટલી જ રકમ એટલે કે 10% નું રોકાણ કરવામાં આવતું હતું જે વધારીને હવે 14% કરવામાં આવ્યું છે.
- NPS યોજના હેઠળ પગાર માંથી કપાત થતી રકમ કર્મચારીના પેન્શન ફંડમાં TIER-I તરીકે જમા થાય છે. આ ઉપરાંત જો કર્મચારી વધારાનું રોકાણ કરવા ઈચ્છે તો TIER-II તરીકે કરી શકે છે.
:arrow: વિવિધ Public Provident Fund (PPF) વિષે માહિતી.
NPS સિવાયના પણ અન્ય પ્રોવિડન્ટ ફંડ છે જે આ મુજબ છે.
ELSS એટલે કે 'Equity Linked Savings Scheme' એ એક ઇક્વિટી બેઝ્ડ બચત યોજના છે. જેમાં રોકવામાં આવતી રકમ ત્રણ વર્ષ માટે LOCK IN પીરીયડમાં રાખવામાં આવે છે. આ યોજના અંદાજે 12 થી 15 ટકા જેટલું વળતર આપે છે. પરંતુ આ યોજના બઝાર આધારિત જોખમોને આધીન છે.
PPF એટલે કે 'Pension Privident Fund'. જેમાં રોકવામાં આવતી રકમ 15 વર્ષ માટે LOCK IN પીરીયડમાં રાખવામાં આવે છે. આ યોજના 8.1% (guaranteed) વળતર આપે છે. આ યોજના માં કોઈપણ જોખમ નથી.
સંપૂર્ણ સમાચાર વાંચવા અહી ક્લિક કરો. |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ