ધોરણ ૧ માં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે વાલી ફોર્મ તથા જન્મતારીખના સોગંદનામાનો નમુનો
પ્રાથમિક શાળાઓ શરુ થતા જ શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકનની કાર્યવાહી શરુ થઇ જતી હોય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકન માટે "મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ - 2009" માં ખુબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ અધિનિયમ મુજબ તમામ શાળાઓમાં યોગ્ય પધ્ધતિ અને નિયમોનુસાર નામાંકન પ્રક્રિયા થાય તે ખુબ જ અગત્યનું છે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર પ્રક્રિયા....
"મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ - 2009" ના પ્રકરણ -૨ મુજબ ધોરણ -૧ માં બાળકના નામાંકન માટેની કાર્ય પધ્ધતિ આ મુજબ છે.
:arrow: નામાંકન માટે વયમર્યાદા
"મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ - 2009" ના પ્રકરણ -૨ ના મુદ્દા નં.-3(1) મુજબ
શાળામાં દાખલ થવાની તારીખે જો બાળકે 6 વર્ષ પૂર્ણ ન કરેલ હોય તો શાળા સામાન્ય રીતે બાળકને દાખલ કરશે નહિ. જો કે
બાળકે જે તે વર્ષની 1 જુન સુધીમાં પાચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને તે શાળામાં પ્રવેશ લેવા ઈચ્છતો હોય તેને શાળામાં પ્રવેશ આપી શકાય છે.
એટલે કે જે તે શૈક્ષણિક વર્ષની 1 જુન સુધીમાં 5 વર્ષ પૂર્ણ કરેલ બાળકને શાળામાં પ્રવેશ આપી શકાય છે.
શું મોબાઈલમાં આવતા ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા ડોક્યુમેન્ટને કોમ્યુટરમાં કોપી કરવા પડે છે? હવે એવું નહિ કરવું પડે. કોમ્પ્યુટર વગર પણ મોબાઈલ માંથી સીધી પ્રિન્ટ કાઢી શકાય છે...... કઈ રીતે??? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી...... |
:arrow: ઉંમરના પુરાવા માટે જરૂરી દસ્તાવેજો.
"મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ - 2009" ના પ્રકરણ -૨ ના મુદ્દા નં.-3(2) મુજબ
સામાન્ય રીતે ઉંમરના પુરાવા તરીકે "જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર કાયદો -1886" મુજબનો જન્મતારીખનો દાખલો રજુ કરવાનો હોય છે. પરંતુ જન્મ તારીખનો દાખલો ઉપલબ્ધ ન હોય તો નીચેની યાદી મુજબના દસ્તાવેજો જન્મ ઉમરના પુરાવા તરીકે માન્ય ગણી શાળા બાળકને પ્રવેશ આપી શકે છે.
હોસ્પિટલ / સહાયક નર્સ (સુયાણી - જન્મ કરાવનાર સ્ત્રી) દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર.
આંગણવાડી ના રેકર્ડ.
બાળકની ઉમર જાહેર કરવા માટે વાલી કે પાલક દ્વારા કરવામાં આવેલ એફિડેવિટ.
:arrow: પ્રવેશ માટે લંબાયેલ સમયગાળો.
"મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ - 2009" ના પ્રકરણ -૨ ના મુદ્દા નં.-3(3)(i) અને (ii) મુજબ
શાળામાં જે તે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી 6 માસ સુધીનો સમયગાળો પ્રવેશ માટે લંબાયેલો સમયગાળો ગણાશે.
જો કોઈ બાળક આ સમયગાળા બાદ શાળામાં પ્રવેશ મેળવે ત્યારે શાળાના વડા દ્વારા નિશ્ચિત કરેલ ખાસ તાલીમ ની મદદથી અભ્યાસ પૂર્ણ કરવા માટે લાયક બનવાનું રહેશે.
ધોરણ-૧ માં પ્રવેશ માટે વાલી ફોર્મનો નમુનોનમુનો -૧ Download નમુનો -૨ Download નમુનો -૩ Download |
જન્મતારીખની ખરાઈ બાબતનું સોગંદનામું - Download |
ગુજરાત મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ -2012 - Download |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ