Head Teacher Transfer Rules


મુખ્ય શિક્ષક (HTAT) બદલીના નિયમો.





              આ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક (૧) ઉપરના તારીખ:-9/10/19 નો ઠરાવ ક્રમાંક:- પીઆરઈ/11/2012/314669/ક (પાર્ટ-2) થી જિલ્લા પંચાયત / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો એચ-ટાટની બદલી અંગેના નિયમો નિયત કરવામાં આવેલ હતા. નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ની કચેરીની ઉક્ત વંચાણે લીધેલા ક્રમાંક-૨ પર ની તારીખ:-22/1/2020 ની સિંગલ ફાઇલની દરખાસ્ત થી નિયમોમાં કેટલીક જોગવાઇઓમાં સુધારો કરવા માટે દરખાસ્ત કરી હતી. જે બાબત સરકારશ્રીના વિચાર હેઠળ હતી.


               નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીની ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક-2 પર ની તારીખ:-22/10/2020 ની સિંગલ ફાઇલ પરની દરખાસ્ત પર પુખ્ત વિચારણાને અંતે આ વિભાગના વંચાણ લીધેલ ક્રમાંક-૧ ઉપરના તારીખ:-9/10/19 નો ઠરાવ ક્રમાંક પીઆરઈ/11/2012/31350 પાર્ટ-2 માં નીચેના ટેબલના કોલમ (૨) માં દર્શાવ્યા મુજબની હાલમાં અમલી કોલમ (3) મુજબની જોગવાઈઓના સ્થાને આથી નીચેના ટેબલના કોલમ (૪) મુજબની સુધારા જોગવાઇઓ અમલમાં લાવવામાં આવે છે.









પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે નક્કી થયેલા ઉચ્ચતર પગારધોરણના નિયમોનું પૃથક્કરણ.


:arrow: પ્રાથમિક શિક્ષકને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ


 :arrow: સીધી ભરતીથી નિમણુક મેળવેલ મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ.


 :arrow: બઢતીથી નિમણુક મેળવેલ મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ.


:arrow: કઈ બાબતમાં થયો ફેરફાર?


:arrow: જો કર્મચારી મદદનીશ કેળવણી નિરીક્ષક સંવર્ગમાં બઢતી મેળવે તો?























































નંબર



વિભાગના તારીખ:-૦૯/૧૦/૨૦૧૯ ના ઠરાવમાં બદલીની જોગવાઈ



હાલની જોગવાઈ



સુધારા


૧.

(૨) બદલી કરવા અંગેની સામાન્ય જોગવાઈઓ


૨.૧ પારા નં.-૨



મુખ્ય શિક્ષકની વધમાં (SURPLUS) બદલી કરવા માટે ખાલી જગ્યા નક્કી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી આ રીતે નિયત થયેલ ખાલી જગ્યા પૈકી સૌ પ્રથમ પગાર કેન્દ્રની શાળા ત્યારબાદ તાલુકાની શાળા અને તાલુકા માં ખાલી જગ્યા ન હોય તો તે જિલ્લામાં જ અન્ય તાલુકામાં મંજુર થયેલ ખાલી જગ્યા ઉપર સમાવવાનું રહેશે.



મુખ્ય શિક્ષકની વધમાં (SURPLUS) બદલી કરવા માટે ખાલી જગ્યા નક્કી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી આ રીતે નિયત થયેલ ખાલી જગ્યા પૈકી સૌ પ્રથમ પગાર કેન્દ્રની શાળા ત્યારબાદ તાલુકાની શાળા અને તાલુકા માં ખાલી જગ્યા ન હોય તો તે જિલ્લામાં જ નજીકના તાલુકામાં મંજુર થયેલ ખાલી જગ્યા ઉપર સમાવવાનું રહેશે.


૨.

૨.૩ માંગણી મુજબની બદલી


પારા નં. -૨



માંગણી મુજબની બદલીના હેતુસર નીચેની બાબતને ધ્યાને લઇ અગ્રતા ક્રમ નક્કી કરવાનો રહેશે.



માંગણી મુજબની બદલીના હેતુસર નીચેની બાબતને ધ્યાને લઇ અગ્રતા ક્રમ નક્કી કરવાનો રહેશે. મુખ્ય શિક્ષક તરીકે બઢતીથી કે સીધી ભરતીથી શાળામાં હાજર થયા તારીખથી સિનીયોરીટી ગણવાની રહેશે.


૩.

૨.૩ માંગણી મુજબની બદલી


પારા નં. -૪



સામાન્ય રીતે અરજીઓ સ્વિકારવાની તારિખ દર વર્ષે ૧ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર રહેશે. પરંતુ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની મંજૂરીથી યોગ્ય કારણોસર સમયગાળામાં થઈ શકશે. જે બાબતે લેખિત કારણની નોંધ કરી લેવાની રહેશે. આ અરજીઓ નિયત કરવામાં આવે તે વેબસાઈટ ઉપર માત્ર ઓનલાઇન સ્વરૂપે સ્વીકાર કરવાની રહેશે. આ અરજીઓ મંગાવવામાં આવે ત્યારે જીલ્લાવાર અને તાલુકાવાર ખાલી જગ્યાઓની સંખ્યા દર્શાવવાની રહેશે. ત્યારબાદ જે તે મુખ્ય શિક્ષકને પસંદ કરેલ તાલુકામાં વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળામાં મુકવાના રહેશે.



સામાન્ય રીતે અરજીઓ સ્વિકારવાની તારિખ દર વર્ષે ૧ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર રહેશે. પરંતુ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની મંજૂરીથી યોગ્ય કારણોસર સમયગાળામાં થઈ શકશે. જે બાબતે લેખિત કારણની નોંધ કરી લેવાની રહેશે. આ અરજીઓ નિયત કરવામાં આવે તે વેબસાઈટ ઉપર માત્ર ઓનલાઇન સ્વરૂપે સ્વીકાર કરવાની રહેશે. 


ઓનલાઈન બદલી અરજી મંગાવતી વખતે પ્રથમ દરેક જિલ્લાએ પોતાના જિલ્લામાં આ ઠરાવમાં દર્શાવેલ ધારાધોરણ મુજબ મુખ્ય શિક્ષક (HTAT) મળવાપાત્ર હોય તેવી શાળાઓની માત્ર સંખ્યા દર્શાવવાની રહેશે. સદર સંખ્યાને ધ્યાને રાખી જે મુખ્ય શિક્ષક તાલુકામાં આંતરિક માંગણીની બદલી કરાવવા માંગતા હોય તેઓએ અરજી કરવાની રહેશે. સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી એ જિલ્લામાં આંતરીક બદલીમાં આવેલી કુલ અરજીઓની સંખ્યા નિશ્ચિત કરવાની રહેશે એટલે કે ઓનલાઈન થયેલ અરજી પૈકી જે અરજીઓ નિયમોનુસાર ન હોય તેને રીજેક્ટ કરવાની રહેશે. જેથી માન્ય અરજીઓની સંખ્યા  નિશ્ચિત થશે. જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિમાં માન્ય રહેલ અરજીઓની સંખ્યા જેટલી જ શાળાઓના નામ સાથેની વિગત વાર જગ્યાઓ પોર્ટલ પર સંબંધિત અધિકારી અપલોડ કરવાની રહેશે. આ રીતે જગ્યાઓ અપલોડ કરતી વખતે સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓના ઉતરતા ક્રમમાં જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. આમ કરતાં માન્ય અરજીઓની સંખ્યા કરતાં જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિમાં ખાલી જગ્યાની સંખ્યા વધારે હોય તો તે તેટલી જગ્યાઓ ઓછી બતાવવાની રહેશે.


દા. ત. કોઈ એક્સ જિલ્લામાં માન્ય અરજીઓની સંખ્યા 35 છે. અને તે જિલ્લામાં મુખ્ય શિક્ષકની મળવાપાત્ર જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓની સંખ્યા ૪૦ છે. આ સંજોગોમાં સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ઊતરતા ક્રમમા ગોઠવતા સંખ્યા ઓછી સંખ્યા ધરાવતી છેલ્લી પાંચ શાળાઓ પોર્ટલ પર બતાવવાની રહેશે નહીં. પરંતુ જો માન્ય અરજીઓની સંખ્યા જિલ્લાની કુલ ખાલી જગ્યા કરતાં વધુ હોય તો તે જ તમામ જગ્યાઓ બતાવવાની રહેશે જે બદલી અરજી કરનાર મુખ્ય શિક્ષકે ઉપર બતાવેલ જગ્યાઓ પૈકી શાળા પસંદગી કરવાની રહેશે. જે શાળામાં ઓછી સંખ્યા ધરાવતી શાળા માટે તેઓ દાવો કરી શકશે નહીં.


૪.

મુખ્ય શિક્ષક માટે એક તરફી જીલ્લા ફેરબદલીની સામાન્ય જોગવાઈઓ:- ના પારા નં.-૨ માં નવી જોગવાઈ



 



જિલ્લાફેર એકતરફી ઓનલાઈન બદલી કેમ્પ બે તબક્કામાં કરવાના રહેશે. જેના પ્રથમ તબક્કામાં મુખ્ય શિક્ષકે જીલ્લાની પસંદગી કરવાની રહેશે અને બીજા તબક્કામાં પસંદ કરેલ જીલ્લાની શાળા પસંદ કરવાની રહેશે.


૫.

મુખ્ય શિક્ષક માટે એક તરફી જીલ્લા ફેરની સામાન્ય જોગવાઈઓ પારા નં.-૫



ઉપર મુજબની કામગીરી પૂર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા  નિયમોનુસાર બદલીપાત્ર સંબંધિત મુખ્ય શિક્ષકના બદલી ઓર્ડર તૈયાર થશે. જેની પ્રિન્ટ મેળવી જે તે મુખ્ય શિક્ષકે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે. હાજર થવા આવનાર મુખ્ય શિક્ષકના બદલીના હુકમ ની યોગ્ય ખરાઇ કરી તેઓને હાજર કરવાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કરવાની રહેશે.


 



ઉપર મુજબની કામગીરી પૂર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા  નિયમોનુસાર બદલીપાત્ર સંબંધિત મુખ્ય શિક્ષકના બદલી ઓર્ડર તૈયાર થશે.


ત્યારબાદ ઉપર મુજબની કાર્યવાહી શાળા પસંદગી માટે પણ કરવાની રહેશે.


ઉપર મુજબની બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નિયમોનુસાર બદલીપાત્ર સંબંધિત મુખ્ય શિક્ષકના શાળા પસંદગીના ઓર્ડર તૈયાર થશે. જેની પ્રિન્ટ મેળવી જે તે મુખ્ય શિક્ષકે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે. હાજર થવા આવનાર મુખ્ય શિક્ષકના બદલીના હુકમ યોગ્ય ખરાઇ કરી તેઓને હાજર કરવાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ કરવાની રહેશે. 


૬.

બિન બદલી પાત્ર અધિકારી કર્મચારી :- ના પારા નં.-૭



આ પારામાં ઉલ્લેખિત બદલી કરતી વેળાએ અગ્રતાક્રમ નક્કી કરવા માટે આ ઠરાવના પારા નંબર 2.3 માં દર્શાવ્યા મુજબ નો મુખ્ય શિક્ષક નો જ અગ્રતાક્રમ ધ્યાને લેવાના રહેશે


 



રદ કરવું.


૭.

સામાન્ય સૂચનાઓ પેટા નં. ૮.૧૦ ના પારા નં. ૨-



જ્યારે કોઈ સંજોગોમાં શાળા બંધ કરવામાં આવે ત્યારે પણ ઉપર મુજબની પદ્ધતિ અનુસરવાની રહેશે. ઉક્ત બંને કિસ્સામાં વહીવટી અનુકૂળતા ધ્યાને લઇને મુખ્ય શિક્ષકને બંધ / મર્જ થતી હયાત શાળાથી શક્ય હોય તેટલી નજીકની શાળા આપવાની રહેશે.


 



જ્યારે કોઈ શાળા બંધ કરવામાં આવે ત્યારે પણ ઉપર મુજબની પદ્ધતિ અનુસરવાની રહેશે.













મુખ્ય શિક્ષક (HTAT) બદલીના નિયમો 


CLICK HERE TO DOWNLOAD













પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અનુસંધાને સમજુતી બાબત પરિપત્ર.


Click Here To Download 





Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ