સરકારી કર્મચારી માટે રજાના નિયમો ( ભાગ-3)

:arrow: Topics
:arrow: કેઝ્યુઅલ રજા માટેના સામાન્ય નિયમો.
કેજયુઅલ રજા માટેના વ્યકિતગત શિક્ષક દીઠ નિયત પત્રક નિભાવવા જોઈએ.
સામાન્ય સંજોગોમાં કેજયુઅલ રજા અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે કચેરી શરૂ થાય તે પહેલાં કેજયુઅલ રજાનો રિપોર્ટ કચેરીના વડાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાય.
રજા માંગણીનું કારણ અને આ પહેલાં ભોગવેલી રજાની સંખ્યા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવી જોઈએ.
રિપોર્ટમાં દર્શાવેલ તારીખના આંકડા ઘૂંટેલાં કે છેકછાકવાળા હોય તો રિપોર્ટ માન્ય ગણાય નહિ.
અનિવાર્ય આકસ્મિક સંજોગોમાં જ કેજયુઅલ રજા ભોગવી શકાય.
સતત સાત દિવસ કરતાં વધુ દિવસોની કેજયુઅલ રજા ભોગવી શકાય નહિ.
સતત સાત દિવસ કરતાં વધુ નહિ તેવી રજા કચેરીના વડા મંજૂર કરી શકે છે.
અસાધારણ સંજોગોમાં સાત કરતાં વધુ રજા લંબાવવી પડે તો વધારાની ત્રણ સહિત કુલ દસ દિવસની રજા ઉપરી કચેરીના વડા મંજૂર કરી શકે.
સતત સાત દિવસ કરતાં વધુ નહિ તેવી કચેરીના વડાની રજા ઉપરી કચેરીના વડા મંજૂર કરી શકે.
કચેરીના કુલ કામ કરતા સ્ટાફના ૧/૨ કરતાં વધુ કર્મચારીની કેજયુઅલ રજા એકસાથે મંજૂર કરી શકાય નહિ.
રજા પર રહેનાર કે રજા વિના ગેરહાજર રહેનાર કર્મચારીના કામની જવાબદારી અન્ય હાજર કર્મચારીને સોંપવી જોઈએ.
રજા માંગણી વિના ગેરહાજર રહેનાર કર્મચારીની ગેરહાજરીની જાણ તરત જ ઉપરી કચેરીને કરવી જોઈએ.
રજા માંગણી વિના ગેરહાજર રહેનાર કર્મચારીની ગેરહાજરીનો પગાર ચૂકવી શકાય નહિ અને નિયમાધીન અન્ય ખાતાકિય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો. 👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત. 👉 સેવાપોથી કોના કબજામાં રાખવી? 👉 સેવાપોથી અદ્યતન કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવું જરૂરી. |
:arrow: અન્ય પ્રકારની રજા માટેના સામાન્ય નિયમો.
માંદગીના કારણ હેઠળ માંગવામાં આવતી રજાના રિપોર્ટ સાથે જ માંદગીના ખાત્રી માટેનું ડોકટરી સર્ટિફિકેટ અચૂક મોકલવું જોઈએ. તેમ ન થાય તો રજા મંજૂર કરનાર અધિકારી જે પ્રકારની રજા મંજૂર કરે તે ગ્રાહ્ય રાખવી પડે.
માંદગીની રજા ઉપરથી ફરજ પર હાજર થતી વખતે જે રિપોર્ટ મોકલવામાં આવે તેની સાથે જ ફીટનેસનું ડોકટરી સર્ટિ. અચૂક મોકલવા જોઈએ. ડૉકટરના ફિટનેશ સર્ટિ. સિવાયની હાજરી અધિકૃત ગણાય.
રજા માંગણીના કર્મચારીના રિપોર્ટ ઉપર મંજૂર કરવા માટે કે નામંજૂર કરવા માટે સ્પષ્ટ અભિપ્રાય કચેરીના વડાએ લખવાનો રહે છે.
રજા માંગણીના કારણો અને તે માટે રજૂ કરેલા આધારો ખોટા હોવાનું કચેરીના વડાના ધ્યાનમાં આવે તો તરત જ કચેરીના ધ્યાન પર લાવવું જોઈએ.
રજા માંગણીની અરજી નિયત નમૂનામાં જ હોવી જોઈએ.
વેકેશન ભોગવતા કર્મચારીને હકક રજા મળવાપાત્ર નથી. તેમ છતાં ઉપરી અધિકારીના હુકમથી વેકેશન દરમિયાન જેટલા દિવસની કામગીરી કરી હશે તેટલા દિવસની રજા જી.સી.એસ.આર.ની જોગવાઈ મુજબ મળવાપાત્ર હોય છે. આ રજા સર્વિસબુકમાં જમા થાય છે અને મંજૂર કરાવી ગમે ત્યારે ભોગવી શકાય છે.
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ