School Disaster Management Plan as per GSDMA


શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના









શું છે આપત્તિ વ્યવસ્થાપન?





            આપત્તિઓ અનેક પ્રકારની હોઈ શકે છે. જેમ કે આગ લગાવી, પુર આવવું, અતિવૃષ્ટિ થવી, ધરતીકંપ થવો, વીજળીનું શોક સર્કીટ થવું જેવા અનેક પ્રકારના અકસ્માતો ગમે ત્યારે થઇ શકે છે. આ જો શાળા શરુ હોય અને આવા કોઈ અકસ્માત થાય ત્યારે શાળામાં વ્યવસ્થા જળવાઈ રહે અને શક્ય તેટલું ઓછું નુકશાન થાય તે માટે શાળા કક્ષાએ અગાઉથી આ બાબતનું આયોજન હોવું જોઈએ. આ અગાઉ થી થયેલ આયોજન એટલે શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના.





શું હોય છે આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓ?





            આપત્તિને પહોચી વળવા મુખ્યત્વે ત્રણ પ્રકારની તૈયારીઓ કરવી આવશ્યક બને છે.

























ક્રમપ્રકારવ્યવસ્થા

૧.



આપત્તિ પહેલા



અપાતી વ્યવસ્થાપન માટેની તાલીમ લેવી


આપત્તિ વ્યવસ્થાપનનું આયોજન કરવું તથા યોજનાથી તમામને માહિતગાર કરવા


મોક ડ્રીલ કરવી


આપત્તિ દુર કરવાના સાધનો શાળા કક્ષાએ તૈયાર રાખવા



૨.



આપત્તિ દરમિયાન



આપત્તિના સ્થળથી તમામને સલામત સ્થળે પહોચાડવા


આપતીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મદદ કરાવી


આપત્તિ નિવારવા માટે પગલા લેવા. (દા.ત. આગ ઓલવવાના પ્રયત્નો કરવા)



૩.



આપત્તિ બાદ



ઘાયલ થયેલની સારવાર કરાવી


શોધ અને બચાવ કરવો


લોકોની ગણતરી કરાવી


નુકશાનની ગણતરી કરાવી


સલામત સ્થળ સુધી પહોચાડવા માટે વ્યવસ્થા કરાવી


તમામને જીવન જરૂરી સામગ્રી, સુવિધા તથા ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવી.



Download School Disaster Management Plan as per GSDMA


Click Here For Word File Download


Click Here Fro PDF File Download












શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(School Leaving Certificate – L.C.)
વિષે અગત્યની માહિતી.


❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ?
❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.
❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.
❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?
❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?


સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો.






શાળા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બનાવવા માટે જરૂરી વિગતો







  • શાળાની સંપૂર્ણ માહિતી, સરનામું અને સંપર્ક નંબર.




  • શાળામાં ઉપસ્થિત તમામ શૈક્ષણિક કે ભૌતિક સાધનોની યાદી.




  • શાળા દફતરના તમામ દસ્તાવેજો, પત્રકો, રજીસ્ટરો વગેરેની યાદી.




  • આપત્તિ દરમિયાન શાળામાં ભયજનક અને સુરક્ષિત સ્થાનોની માહિતી.




  • શાળાની નજીકના વિસ્તારમાં હયાત ભયજનક સ્થાનની માહિતી.




  • શાળાની નજીકમાં જઈ શકાય તેવા સુરક્ષિત સ્થાનની માહિતી.




  • આપતી દરમિયાન મદદ મળી શકે તેવી તમામ સંસ્થાઓના અને સંપર્ક નંબર.




  • શાળા કક્ષાએ ઉપસ્થિત આપત્તિ નિવારણ માટેના સાધનોની યાદી, સમીક્ષા તથા જાળવણી.




  • સમગ્ર શાળાનો નકશો.




  • આપત્તિ દરમિયાન શાળામાંથી ઝડપથી સુરક્ષિત સ્થાન પર જઈ શકાય તે માટે એક્ઝીટ પ્લાન.




  • આપત્તિ પહેલા, દરમિયાન અને પછીની સુચારુ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓની રચના અને તેનું કાર્ય આયોજન.




  • શાળાના આચાર્ય અને શિક્ષકોને તાલીમ અપાવી.




  • વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની માહિતી અપાવી.




  • શાળા કક્ષાએ મોકડ્રીલ કરાવવી.




  • આપત્તિ વ્યવસ્થાપન માટેની જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવો.














શું તમે જાણો છો શાળા વિકાસ યોજના (School Developement Plan) વિષે આ માહિતી?


:arrow: RTE ACT માં છે SDP ની જોગવાઈ.


:arrow: ગુણોત્સવ  2.0 માં છે શાળા વિકાસ યોજનાના ગુણ.


:arrow: શાળાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પ્રાથમિકતા નક્કી કરવા SDP નો આધાર લઇ શકાય છે.


:arrow: શાળા વિકાસ યોજના અંગે અન્ય અગત્યની બાબતો.






                   શાળામાં આપત્તિ વ્યવાસ્થાપન માટે Gujarat State Disaster Management Authority (GSDMA) દ્વારા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ માર્ગદર્શિકા ઉપરાંત શાળામાં આપત્તિ વ્યવસ્થાપનના સુચારુ આયોજન માટે એક પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં થાય અને રાજ્યની તમામ શાળાઓ આ પ્રમાણે પ્લાન બનાવે તે ઇચ્છનીય છે.


                   માત્ર આપત્તિ વ્યવથાપન પ્લાન શાળા કક્ષાએ બનાવવો પુરતો નથી આ પ્લાન બનાવ્યા બાદ તે અંગેની માહિતી શાળાના તમામ શિક્ષક મિત્રો તથા તમામ વિદ્યાર્થીને પણ હોય તે ખુબ જ જરૂરી છે. આથી સમગ્ર પ્લાન તૈયાર થઇ ગયા બાદ આ પ્લાન અંગે શાળાની પ્રાર્થના સભા કે વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરવી જોઈએ તથા સમયાંતરે આ પ્લાનની સમીક્ષા પણ થાય તે પણ ખુબ જ જરૂરી છે.


Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ