How to Calculate Dearness Allowance and Incriment


મોંઘવારી ભથ્થા અંને ઈજાફાનું ગણતરી કઈ રીતે કરશો?





 :arrow: Topics :




  • શું છે મોંઘવારી ભથ્થું અને શા માટે આપવામાં આવે છે?




  • મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) પગારમાં મર્જ ક્યારે કરવામાં આવે છે?




  • શું છે AICPI?




  • કઈ રીતે થાય છે મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી.




  • મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી માટેની લિંક.







 :arrow: શું છે મોંઘવારી ભથ્થું અને શા માટે આપવામાં આવે છે?





                વસ્તુની વધતી જતી કિંમતોનો સામનો કરવા કર્મચારીને મળતો પગાર સમય જતા નિષ્ફળ નીવડે છે. આ પરિસ્થિતિને પહોચી વળવા તથા ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે સરકાર દ્વારા તેના કર્મચારીઓને તેમજ પેન્શનરને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. સરકાર દ્વારા ચુકવવામાં આવતું મોંઘવારી ભથ્થું તેના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા સામે ટકી રહેવા ખુબ જ ઉયયોગી સાબિત થાય છે. ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સરકારને માત્ર આંશિક સફળતા પ્રાપ્ત થઈ છે કારણ કે બજારના ભાવો પ્રમાણે કિંમતો વધે છે. તેથી, સરકાર માટે તેના કર્મચારીઓને ફુગાવાના વિપરીત પ્રભાવોથી બચાવવા જરૂરી બની જાય છે. આ માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાના દર જાહેર કરે છે આ દર 1 જાન્યુઆર અને 1 જુલાઈથી અમલમાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાની ટકાવારીને કર્મચારીના બેઝીક પગાર સાથે ગુણાકાર કરી જે રકમ મળે તે કર્મચારીને આપવામાં આવે છે. જો સરકાર દ્વારા નિયત કરેલ સમય કરતા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં વિલંબ થાય તો જાહેર કર્યા બાદ નિયત કરેલ સમય થી કર્મચારીને તે રકમ પુરવણી પેટે આપવામાં આવે છે.









 :arrow: મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) પગારમાં મર્જ ક્યારે કરવામાં આવે છે?





               ગણતરીના ફોર્મ્યુલામાં સુધારો થયો ત્યારથી, જાહેર ક્ષેત્ર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થામાં સતત વધી રહ્યો છે. ફુગાવાના વિપરીત પ્રભાવોને સરભર કરવા માટે મોઘવારી ભથ્થામાં સતત વૃદ્ધિ થાય છે. નિયમો અનુસાર, જ્યારે તે 50% ની સપાટીને પાર કરે છે ત્યારે મૂળભૂત પગાર સાથે મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવે છે. જો આ કરવામાં આવે, તો તેનો અર્થ કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થાય છે. કારણ કે પગારના અન્ય તમામ ઘટકો મૂળભૂત પગારના આધારે ગણવામાં આવે છે.





 :arrow: શું છે AICPI?





               AICPI એટલે કે (ALL INDIA CONSUMER PRICE INDEX) એ મોંઘવારી દર ની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો સૂચકાંક છે. તે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થયેલ ફેરફારને ધ્યાનમાં લઈ અર્થતંત્રમાં થતા છૂટક ફુગાવાના દરમાં ફેરફારના માપનું સુચન કરે છે.





 :arrow: કઈ રીતે થાય છે મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી?





               બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓના પગારમાં દાખલ કરવામાં આવ્યું. ત્યારથી D.A. ની ગણતરી માટે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. પરંતુ પહેલા પગારપંચથી પાચમા પગારપંચ સુધી D.A. ની ગણતરી માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓમાં ઘણા બધા તફાવત હતા. 


              છઠ્ઠા પગારપંચથી D.A. ની ગણતરી માટે એક નવું સુત્ર અમલમાં આવ્યું. આ સુત્ર મુજબ D.A. ની ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા નીચે મુજબ છે.





કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે :




  • DA% = ((Average of AICPI (Base Year 2001=100) for the past 12 months -115.76)/115.76)*100




કેન્દ્ર સરકારના જાહેર સાહસના કર્મચારીઓ માટે :




  • DA% = ((Average of AICPI (Base Year 2001=100) for the past 3 months -126.33)/126.33)100











 :arrow: જુલાઈ -2021 માં કેટલું મોંઘવારી ભથ્થું અપેક્ષિત છે?





               કોરોના મહામારીને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી-2020, જુલાઈ-2020 અને જાન્યુઆરી-2021 માં વધતું મોંઘવારી ભથ્થું અટકાવી દેવામાં આવેલ છે. જો કે આ સમય દરમિયાન મોંઘવારી દરમાં થયેલ વધારાનો લાભ જુલાઈ-2021 માં મળતા મોંઘવારી ભથ્થામાં આપવામાં આવશે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું FREZEE કર્યા બાદ પણ સમયાંતરે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવેલ છે પરંતુ આ મોંઘવારી ભથ્થું કામાંચારીના પગારમાં ગણતરીમાં લેવામાં આવેલ નથી. 


               હવે, જુલાઈ-2021 માં જાહેર થતું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીને મળવાપાત્ર થાય છે. પરંતુ આ મોંઘવારી ભથ્થું અંદાજીત કેટલું મળી શકે છે. તે જાણવા માટે નીચે પત્રક આપેલ છે. આ પત્રક મુજબની ગણતરી ધ્યાને લઈએ તો સરકારી કર્મચારીને જુલાઈ-2021 થી 30% ના દરથી મોંઘવારી ભથ્થું મળવાની અપેક્ષા છે.





EXPECTED D.A. FROM JULY-2021




 :arrow: મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી માટેની લિંક.









               આ ઉપરાંત જો તેમે તમારી જાતે મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી કરવા માંગતા હોય તો નીચે આપેલી લિંક પરથી ગણતરી કરી શકો છો.






ઇજાફા ગણતરી માટેની Excel ફાઈલ



Click Here To Download












શું પ્રિન્ટ કાઢવા માટે મોબાઈલના ડોક્યુમેન્ટ ને કમ્પ્યુટરમાં સેન્ડ કરવું પડે છે?


હવે એવું નહિ કરવું પડે.


તમારા સ્મારટફોન ને પ્રિન્ટર સાથે જોડી સીધી જ ફોન માંથી પ્રિન્ટ કાઢો.


જાણો સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી અને ડાઉનલોડ કરો પ્રીમિયમ વર્ઝન સોફ્ટવેર.


Click Here To Download







Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ