માસ પ્રમોશનમાં વિદ્યાર્થીઓનું પરિણામ કઈ રીતે બનાવવું?
Covid-19 મહામારીના કારણે આ વર્ષે ધોરણ 1 થી 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આપ સુવિદિત છો એ મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવીડ-19 ને લીધે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય અને પદ્ધતિસરનું ઔપચારિક મૂલ્યાંકન બહુ અલ્પ પ્રમાણમાં થયું છે. આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે Home Learning અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મૂલ્યાંકન કાર્ય થયુ છે. આ બાબતોને ધ્યાનમાં લઈને, વિદ્યાર્થીઓના પરિણામપત્રક અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.
ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક (D2 અને D4) માં વિદ્યાર્થીના નામ સામે "વર્ગ બઢતી" એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.
ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે. આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક 4 માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40+ 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home learning અંતર્ગત વિદ્યાર્થીની સમાગિતાને ધ્યાનમાં લઈને વર્ષોને 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.
ધોરણ 3 થી 7 માં પત્રક B ભરવાની જરૂર નથી.
પત્રક-C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.
ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનનો 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.
આમ, વર્ષના અંતે વિદ્યાર્થીને આપવામાં આવતા પ્રગતિ પત્રકમાં નીચે મુજબનો ગુણભાર ધ્યાને લેવાનો રહેશે.
ધોરણ / વિષય | ધોરણ-3 | ધોરણ-4 | ધોરણ-5 | ધોરણ-6 | ધોરણ-7 | ધોરણ-8 |
ગુજરાતી | 100 | 100 | 100 | 100 | 100 | 100 |
ગણિત | 100 | 100 | 100 | 100 | 100 | 100 |
પર્યાવરણ | 100 | 100 | 100 | - | - | - |
હિન્દી | - | 60 | 100 | 100 | 100 | 100 |
અંગ્રેજી | - | 60 | 100 | 100 | 100 | 100 |
સામાજિક વિજ્ઞાન | - | - | - | 100 | 100 | 100 |
સંસ્કૃત | - | - | - | 100 | 100 | 100 |
વિજ્ઞાન | - | - | - | 100 | 100 | 100 |
એકંદરે કુલ ગુણ | 300 | 420 | 500 | 700 | 700 | 700 |
ધોરણ 3 થી 7 ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવવાના રહેશે. ધોરણ 8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે.
જો ધોરણ 3 થી 8 ના કોઈ વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયા કે મૂલ્યાંકનમાં ન જોડાયા હોય તો તે વિદ્યાર્થીની માર્કશીટમાં "વર્ગ બઢતી” એમ દર્શાવવું. તેમાં ગુણાંકન કરવાની જરૂરિયાત નથી.
વિદ્યાર્થીઓના ‘સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક E' માં આ વર્ષે પૂરતું જે તે ધોરણ વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો દર્શાવવી. વિદ્યાર્થીની હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવાની જરૂરિયાત નથી.
સંદર્ભ-૧ દર્શિત પરિપત્ર મુજબ ધોરણ-5 અને ધોરણ-8 નાં વિદ્યાર્થીઓને પણ તેઓના પરિણામને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે.
માસ પ્રમોશનમાં પરિણામ પત્રક કઈ રીતે બનાવવું?
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરનો તારીખ:- 22/04/2021 નો પરિપત્ર
CLICK HERE TO DOWNLOAD
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ