શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:રચના અંગે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી
:arrow: TOPICS
પ્રસ્તાવના
શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC નું સ્વરૂપ
શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC નું માળખું
શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC ની રચના કરવાની પ્રક્રિયા
શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC ની રચના માટે જરૂરી પત્રકોના નમુના
:arrow: પ્રસ્તાવના
જયારે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થઈ ત્યારે શાળા કક્ષાએ ગ્રામ્ય સ્તરે ગ્રામ્ય શિક્ષણ સમિતિ (VEC) અને ગ્રામ્ય બાંધકામ સમિતિ(VCWC) તેમજ શહેરી કક્ષાએ વોર્ડ શિક્ષણ સમિતિ (WEC) અને વોર્ડ બાંધકામ સમિતિ (WCWC) તેમજ માતૃશિક્ષક મંડળ (MTA) અને વાલીશિક્ષક મંડળ (TA) જેવી વિવિધ સમિતિઓનું અસ્તિત્વ હતું. પરંતુ તેમાં માત્ર બાળકોના વાલીઓનો જ સમાવેશ થતો હતો. પરંતુ જયારથી RTE-2009 અસ્તિત્વમાં આવ્યું ત્યારથી બાળકોના વાલીઓમાંથી ખાસ મહિલા વાલીઓનો તેમજ શાળા સાથે સંકળાયેલા સમાજના વ્યક્તિઓનો તેમજ સ્થાનિક સત્તાતંત્રના સભ્યોનો સમાવેશ કરી માત્ર એક જ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ એટલે શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC.
શું પ્રિન્ટ કાઢવા માટે મોબાઈલના ડોક્યુમેન્ટ ને કમ્પ્યુટરમાં સેન્ડ કરવું પડે છે? હવે એવું નહિ કરવું પડે. તમારા સ્મારટફોન ને પ્રિન્ટર સાથે જોડી સીધી જ ફોન માંથી પ્રિન્ટ કાઢો. જાણો સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી અને ડાઉનલોડ કરો પ્રીમિયમ વર્ઝન સોફ્ટવેર. |
:arrow: શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC નું સ્વરૂપ
એસ.એમ.સી.માં કુલ 12 સભ્યોનો સમાવેશ થાય છે.
કુલ 12 પૈકી 75% એટલે કે 9 સભ્યો શાળામાં ભણતા દરેક ધોરણના બાળકોના વાલીઓ માંથી પસંદ કરવાના હોય છે.
કુલ 12 પૈકી 25% એટલે કે 3 સભ્યોમાં :
શિક્ષણવિદ-1 : (એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ / શાળાના બાળકોમાંથી સમિતિમાં સમાવિષ્ટ માતા પિતાના વાલીનો પસંદ કરે તે સભ્ય)
સ્થાનિક સત્તાતંત્રના સભ્ય-1 : (સ્થાનિક સત્તામંડળ નક્કી કરે તેવા સ્થાનિક સત્તાતંત્રના ચુંટાયેલા સભ્ય)
એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી નક્કી કરે નક્કી કરે તે શ્રેયાન શિક્ષક આચાર્યની ગેરહાજરીમાં તે શિક્ષક સભ્ય સચિવ તરીકેનો કામગીરી બજાવશે.
કુલ 12 સભ્યોમાંથી 50% ટકા એટલે કે ઓછામાં ઓછા 6 મહિલા સભ્યોનો ફરજિયાત સમાવેશ
દર 2 વર્ષે એસએમસીની પુનઃરચના કરવાનું ફરજીયાત.
દરેક ધોરણના વાલીઓને પ્રતિનિધિત્વ.
:arrow: શાળા વ્યવસ્થાપન સમિતિનું માળખું
શાળા વ્યવસ્થાપન સમિતિ કુલ (SMC) કુલ 12 સભ્યોની બનશે, જેમાં 75% એટલે કે 9 સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા કે વાલીઓમાંથી હશે. જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના માતા-પિતા કે વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે. S.M.C. નું માળખું નીચેના ચાર્ટની મદદથી સરળતાથી સમજીએ.

:arrow: શાળા વ્યવસ્થાપન સમિતિ (S.M.C.) ની રચના કરવાની પ્રક્રિયા
શાળા વ્યવસ્થાપન સમિતિ - SMCની રચના કરવા માટે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓનું વાલી કે ગ્રામ સભાનું આયોજન કરવું જોઈએ.
વાલી સંમેલન કે ગ્રામ સભામાં હાજર રહેવા શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ આપવું જોઈએ.
શાળાના આચાર્ય દ્વારા બાળકો સાથે લેખિતમાં જણાવીને અને ગામના નોટીસ બોર્ડ પર લેખિત આમંત્રણની જાણ કરીને વાલી સંમેલન કે ગ્રામસભાનું આયોજન કરવું જોઈએ.
આ વાલી સંમેલન કે ગ્રામસભામાં ગ્રામજનો તથા વાલીઓની સંમતીથી SMC ના સભ્યોની વરણી કરવાની થાય છે.
પસંદ થયેલા સભ્યોમાંથી હોદ્દાઓની ફાળવણી પણ તમામની હાજરીમાં સર્વસંમતીથી કરવામાં આવે છે.
વાલી સંમેલન કે ગ્રામસભામાં SMC ના માળખા કરતા વધી વાલી સભ્યોની SMC માં સભ્ય બનવાની ઈચ્છા હોય તો માળખા મુજબ 75% વાલી સભ્યો ચુંટણી મારફત પસંદ કરી શકાય.
:arrow: શાળા વ્યવસ્થાપન સમિતિ - SMC ની રચના માટે જરૂરી પત્રકોના નમુના
(માત્ર વિદ્યાર્થીઓના નામ નાખવાથી તમામ આમંત્રણ પત્રકો તૈયાર.) | |
| |
| |
| DOWNLOAD |
| DOWNLOAD |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
1 ટિપ્પણીઓ
[…] Reconstruction Of School Management Committee (SMC) […]
જવાબ આપોકાઢી નાખો