SECTION 89(1) હેઠળ મળવાપાત્ર બાદ રકમની ગણતરી આ મુજબ છે.
(1) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(2) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(3) રકમ (1) અને રકમ (2) વચ્ચેના તફાવતની ગણતરી કરો.
(4) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(5) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(6) રકમ (4) અને રકમ (5) વચ્ચેના તફાવતની ગણતરી કરો.
હવે જો રકમ (3) કરતા રકમ (6) વધુ હોય તો કોઈપણ રાહત મળવાપત્ર નથી.
હવે આપણે આ સમગ્ર બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ.
-> ધારોકે કોઈ એક વ્યક્તિ (A) ની નાણાકીય વર્ષ :- 2020-21 ની કુલ કરપાત્ર આવક રૂ. 6,00,000/- છે.
-> જેમાં તેને રૂ. 5,50,000/- નાણાકીય વર્ષ :- 2020-21 ની આવક છે જયારે રૂ. 50,000/- ગયા નાણાકીય વર્ષ:-2019-20 માં મળવાપાત્ર રકમનું એરીઅર્સ છે.
-> ગયા નાણાકીય વર્ષ:-2019-20 ની કુલ કરપાત્ર આવક રૂ. 4,00,000/- છે.
(1) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષ(નાણાકીય વર્ષ :- 2020-21)ની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક (રૂ. 6,00,000/-) પર ચુકવવા પાત્ર ટેક્ષ રૂ. 32,500/- થાય.
(2) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષ(નાણાકીય વર્ષ :- 2020-21)ની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર (રૂ. 5,50,000/-) ચુકવવા પાત્ર ટેક્ષ રૂ. 22,500/- થાય.
(3) રકમ (1) ( રૂ. 32,500/-) અને રકમ (2) (રૂ. 22,500/-) વચ્ચેના તફાવત રૂ. 10,000/- થાય.
(4) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષ (નાણાકીય વર્ષ:-2019-20) ની એરીઅર્સ વગરની કરપાત્ર આવક (રૂ. 4,00,000/- ) પર ચુકવવા પાત્ર ટેક્ષ (રૂ. 0/- ) થાય.
(5) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષ (નાણાકીય વર્ષ:-2019-20) ની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક (રૂ. 4,00,000 + રૂ. 50,000 = રૂ. 4,50,000) પર ચુકવવા પાત્ર ટેક્ષ (રૂ. 0/- ) થાય.
(6) રકમ (4) અને રકમ (5) વચ્ચેનો તફાવત (રૂ. 0/- ) થાય.
આપણે ઉપરની ગણતરીમાં સમજ્યા તે મુજબ જો રકમ (3) કરતા રકમ (6) વધુ હોય તો કોઈપણ રાહત મળવાપત્ર નથી. પરંતુ અહી રકમ (3) કરતા રકમ (6) ઓછી છે. તેથી અહી,મુદ્દા નં. (3) મુજબ રૂ. 10,000 ઇન્કમ ટેક્ષ રાહત મળવાપાત્ર થાય.
પરંતુ આ રાહત મેળવવા માટે Form 10E ભરવું ફરજીયાત છે.
0 ટિપ્પણીઓ