Model School અને KGBV (કસ્તુરબ ગાંધી બાલિકા વિદ્યાલય)
પ્રવેશ માટે શું છે સમગ્ર પ્રક્રિયા
|
ક્રમ |
વિગત |
તારીખ |
|
૧. |
જાહેરનામું
બહાર પડ્યા તારીખ |
તારીખ:-
09/02/2021 |
|
૨. |
પરીક્ષા
માટેનું ઓનલાઈન આવેદન પત્ર ભરવાનો સમય ગાળો |
તારીખ:- 09/02/2021 ના બપોર 15:00 કલાકે થી તારીખ:- 22/02/2021 ના 23:59 કલાક સુધી |
|
૩ |
ઓનલાઈન પરીક્ષા |
એપ્રિલ
માસમાં આયોજન કરે છે. |
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5
થી 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ,
લોકલ
બોડી શાળાઓમાં (જીલ્લા પંચાયત / મહાનગર પાલિકા / નગર પાલિકાની શાળા), ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા
વિદ્યાર્થીઓ "કોમન એન્ટરન્સ ટેસ્ટ" આપી શકશે.
❁ પરીક્ષા ફી
આ કોમન એન્ટરન્સ ટેસ્ટ
માટે ફી ભરવાની થતી નથી.
❁ કસોટીનું
માળખું
(૧) આ કસોટી બહુ વિકલ્પ
સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે.
(૨) આ કસોટીના મૂલ્યાંકનમાં
કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહિ. પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ જે -તે આગળના ધોરણનો
અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક આધારિત રહેશે. (એટલે કે
ધોરણ -6 ની પ્રવેશ પરીક્ષા માટે
ધોરણ -5 નો અભ્યાસક્રમ)
❁ કસોટી /
પરીક્ષા કેન્દ્ર
કસોટી / પરીક્ષા માટે નોધાયેલ ઉમેદવારની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી
અનુકુળતા અનુસાર રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા કસોટી / પરીક્ષા કેન્દ્રો નક્કી
કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષા
આપવાની રહેશે.
❁ પ્રશ્નપત્રના
માધ્યમ
ધોરણ 6 થી 8 ના બાળકો ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો મળશે.
❁ ઓનલાઈન અરજી
કરવાની રીત:-
આ જાહેરાતના સંદર્ભમાં
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવા
આવશે. ઉમેદવાર તારીખ:- ૦૯/૦૨/૨૦૨૧ ના બપોર ૧૫:૦૦ કલાકેથી તા. ૨૨/૦૨/૨૦૨૧ (રાત્રે ૨૩:૫૯
કલાક સુધી) WWW.SEBEXAM.ORG પર અરજીપત્રક ભરી શકશે.
ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના ક્રમને અનુસરવાનો રહેશે. અરજીપત્રક Conform કાર્ય પછી જ અરજી માન્ય ગણાશે.
☞ સમગ્ર ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે.
☞ ફોર્મ ભરવા માટે WWW.SEBEXAM.ORG પર ક્લિક કરો. જેથી આ પ્રમાણે પેજ ઓપન થશે.
☞ Student U-Dise Number વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
☞ ખાસ નોંધ:- જે બાળકનું નામ, વાલીનું નામ, અટક કે જન્મ તારીખમાં ભુલ હોય તો શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી જે તે બ્લોકના બ્લોક MIS પાસે સુધારો કરાવવાનો રહેશે. ત્યાર બાદ ૨૪ કલાક પછી ફોર્મ ભરવાનું રહેશે.
☞ આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ આધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
☞ નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
☞ “Submit” કાર્ય પછી, એક ભરેલું ફોર્મ બતાવવામા આવશે.
☞ આ ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો અને શાળાની વિગતો ની પુષ્ટિ કરો.
☞ જો શાળામાં પરિવર્તન હોય તો નવી શાળાનો “School DISE Code” દાખલ કરો, “Change School” બટન પર ક્લિક કરો, અને તમારી તમારી શાળા વીગતો અપડેટ થઇ જશે.
☞ માતા-પિતાનો મોબાઇલ નંબર અને આચાર્ય / શિક્ષકનો મોબાઇલ નંબર દાખલ કરો.
☞ તે પછી કૃપા કરીને 1 થી 10 સુધી તમારી શાળા પસંદગી પસંદ કરો. ઉમેદવારોએ પસંદગી માટે ઓછામાં ઓછી 5 શાળાઓ ફરિજયાતપણે પસંદ કરવાની રહેશે.
☞ ત્યાર બાદ “CONFORM & SUBMIT” બટન પર ક્લિક કરો.
☞ સબિમટ કાર્ય પછી કૃપા કરીને તમારો Confirmation Number યોગ્ય જગ્યાએ નોધી લેશો. ખાસ નોંધ આગળની તમામ પ્રકિયા માટે આ Confirmation Number નો જ ઉપયોગ થશે.
☞ ફોર્મ Confirm કર્યા પછી, “Print Application/ Challan” પર ક્લિક કરો, જેથી એક પેજ ઓપન થશે તેમાં Confirmation નંબર અને જન્મ તારીખ દાખલ કરો. તમે તમારી Confirm કરેલ એપ્લીકેશન Download/Save શકો છો.
- સમગ્ર પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ Confirmation નંબરનો ઉપયોગ કરી શકો છો.








0 ટિપ્પણીઓ