શાળાએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે મંગાવવાના થતાં પુસ્તકોની Online Textbook Indent System દ્વારા માહિતી આપવા બાબત.

 Online Textbook Indent System દ્વારા માહિતી આપવા માટેની શું છે પ્રકિયા?

ક્યારે આપવાની થશે માહિતી?

                    ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, "વિદ્યાયન", સેકટર-૧૦ એ, ગાંધીનગર દ્વારા તારીખ:- 09/02/2021 ના રોજ પત્ર કરી શૈક્ષણિક વર્ષ:- 2020-21 માટે વિના મૂલ્યના પાઠ્ય પુસ્તકો ની માંગણી સ્વીકારવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાજ્યની સરકારી, અનુદાનિત, કે.જી.બી.વી., મોડેલ સ્કુલ અને આશ્રમ શાળાઓએ પોતાના UDISE કોડ થી gsbstb.online વેબ સાઈટ પર ઓનલાઈન રજીસ્ત્રેશન કરી વર્ષ :- 2020-21 ની CTS સંખ્યાને ધ્યાને લઇ વિના મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી કરશે. 
આ અંગેનો ઓફિસિયલ પરિપત્ર અહી આપેલ લિંક પરથી મેળવી શકશો.

Online Textbooks Indent System માં માહિતી કઈ રોતે અપડેટ કરાવી તેની સ્ટેપ - બાય - સ્ટેપ માહિતી આ મુજબ છે.
આ પ્રમાણે સ્ટેપ - બાય - સ્ટેપ પ્રક્રિયા કરવાથી આપ સરળતાથી ડેટા એન્ટ્રી કરી શકશો.
Online Textbooks Indent System : 2021-22

-:ધો. 1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્ય પધ્ધતિ:-

1. શાળા દ્વારા Online Textbooks Indent System માં ડેટા એન્કટરરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર કરવાનું રહેશે.

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્યશિક્ષકનું  નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો.

        શાળાનો પ્રકાર:-  સરકારી, અનુદાનિત, K.G.B.V., આશ્રમશાળા , મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો.

        ધો.1 થી 8 ની શાળાએ પોતાનો તાલુકો / નગરપાલિકા પસંદ કરવો.

        ધો. 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો / નગરપાલિકા અને SVS બનં પસંદ કરવા પડશે.

3. ધો.1 થી 8ના વિના મુલ્યના પાઠ્યપુસ્તકો શાળાએ પસદં કરેલ તાલુકો / નગરપાલિકા પાસેથી જ શાળાને મળશે.

4. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે. (UDISE કોડ આપવો જરૂરી છે.)

5. શાળા ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરિયાતની સંખ્યા (CTS મુજબ) એન્ટર કરી Submit કરશે.

6. શૈક્ષણિક વર્ષ:-2021-22 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTS મુજબની વિદ્યાર્થીઓની સંખ્યા ઓનલાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વાકારવામાં આવશે.

7. ત્યારબાદ Request Books-> STD 1 TO 8 ROUND_1 પર ક્લીક કરો.

8. Demand Books STD 1 to 8 Round - 1 (નવા માગવાના પુસ્તકો) માં ધોરણ-માધ્યમ-વિષય પસંદ કરી જરૂરિયાત મુજબની સંખ્યા એન્ટર કરો.

9. આ માહિતીનો રીપોર્ટ મેળવવા માટે Reports મેનુમાં Entry Report Std 1 - 8 દ્વારા રીપોર્ટ ચેક કરો.

10. તમામ ઉપરોક્ત માિહતી એન્કટર કરી રીપોર્ટ ચકાસણી કાર્ય બાદ જ રીપોર્ટમાં "Confirm and lockપર ક્લીક કરવાથી આપની માહિતી લોક થઇ જશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો કે વધારો થઇ શકશે નહિ.

FOR DOWNLOAD STEP BY STEP TUTORIAL CLICK HERE.

Under Section 80 C / 80CCC કયા કયા રોકાણ / ભથ્થા / ખર્ચ  બાદ મળી શકે ? 

કેટલી હોય છે તેની મર્યાદા ?

Online Textbooks Indent System : 2021-22

-:શાળા વિકાસ સંકુલ(SVS) / તાલુકા કક્ષાએથી કામગીરી  કરવાની કાર્ય પધ્ધતિ:-

1. જીલ્લાવાર શાળા વિકાસ સંકુલ (SVS) / તાલકા યુઝરની યાદી gsbstb.online વેબસાઈટ પર આપેલ છે. શાળા વિકાસ સંકુલ (SVS) / તાલકા પોતાના USER NAME દ્વારા જ લોગીન કરી શકશે.

2. શાળા વિકાસ સંકુલ (SVS) / તાલકા (Taluka) લોગીન માટેનો પ્રથમ વખતનો પાસવર્ડ જીલ્લા કક્ષાએથી મેળવવાનો રહેશે. પ્રથમ વખતનો પાસવર્ડ મેળવ્યા બાદ પાસવર્ડ બદલવો જરૂરી છે.

3. SVS / Taluka તરફથી પ્રથમ પાસવર્ડ બદલ્યા પછી Profile ખુલશે. તેમાં રહેલ તમામ માહિતી ચેક કરી તેમાં સુધારો કરી અને નવી નવી માહિતીને SAVE કરવી જરૂરી છે.

4. School Contact Details દ્વારા શાળાની વિગત જોઈ શકાશે. તેમાં જરૂરી જણાય તો શાળાની વિગતો આપની કક્ષાએથી સુધારી શકશો.

5. ત્યારબાદ School Demand Status And Report મેનુ પસંદ કરો. તેમાં શાળાઓ દ્વારા ધોરણ-માધ્યમ વિષયવાઈઝ સખ્યાની માગણી જોઈ શકાશે.

6. આ માહિતીનો રીપોર્ટ મેળવવા માટે Reports મેનમા Entry Report Std 1- 8 અથવા Entry Report Std 9 - 12 દ્વારા રીપોર્ટસ ચેક કરો.

7. શાળાઓની ઉપરોક્ત માહિતીની ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટસમાં “Confirm and Lock” પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો-વધારો થઇ શકશે નહિ.

FOR DOWNLOAD STEP BY STEP TUTORIAL CLICK HERE.


ધોરણ ૧ થી ૮ નાં પાઠ્યપુસ્તકો PDF FILE માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ ૯ થી ૧૨ નાં પાઠ્યપુસ્તકો PDF FILE માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.






Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ