CCC 2.0 EXAM


કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે શિક્ષકોની સેવા લેવા બાબત.









Topics









 :arrow: CCC 2.0 પરિણામ જાહેર.







  • પરિણામ જાણવા માટે. http://sebexam.org/Form/printResult પર ક્લિક કરો.




  • જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.












  • તેમ તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો.


  • પરિણામ તમારી સામે હશે !!!














CCC 2.0 FINAL ANSWER KEY CLICK HERE TO DOWNLOAD


લેન્થ ઓફ સર્વિસ અંગેનું પ્રમાણપત્ર CLICK HERE TO DOWNLOAD






               કમાન્ડ એન્ડ કંટ્રોલ સેલ ખાતે શિક્ષકો દ્વારા ટીચર્સ એટેન્ડન્સ, સ્ટુડન્ટ એટેન્ડન્સ, પીરીયોડીક એસેસમેન્ટ ટેસ્ટ, ઉપચારાત્મક શિક્ષણકાર્ય તેમજ વિવિધ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રાજય કક્ષાએથી મોનીટરીંગ કરવાની કામગીરી કરવામાં આવે છે.


               રાજયમાં ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેલની નવી આવૃત્તિ સી.સી.સી. ૨.૦ આકાર લેવા જઇ રહી છે અને તેમાં આર્ટીફિસીયલ ઇન્ટેલેજન્સ આયામોથી શરૂ કરી ઘણા બધા ટેકનિકલ પ્રકલ્પો ઉમેરવામાં આવનાર છે. જે અન્વયે ccc-2.0 ખાતે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કામગીરી ફેરથી જોડાવવા માંગતા હોય તેવા શિક્ષકો માટે ઓનલાઈન દરખાસ્ત તા:૧૦/૦૩/૨૦૨૧ થી તા:૨૦/૦૩/૨૦૨૧ સુધી www.sebexam.org પર કરવા આથી જણાવવામાં આવે છે.











શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે વાચવાલાયક માહિતી

Topics:


❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર? 


❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ? 


❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર? 


❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.


❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર? 


❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.


❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?  


❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.


❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?   






 :arrow:  ઉમેદવારની લાયકાત - જોગવાઈ







  1. જીલ્લા પંચાયત / નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષક હોવા જોઈએ.




  2. પાંચ વર્ષનો અનુભવ થયો હોય તે અરજી કરી શકશે.




  3. CRCC-BRCC-S.I માં હાલ જે ફરજ બજાવે છે તે અરજી કરી શકશે નહિ.




  4. HTAT શિક્ષકો અરજી કરી શકશે.




  5. શિક્ષક હાલ જે શાળામાં ફરજ બજાવે છે તે શાળાની SMC નુ આ સાથેના નિયત નમુના મુજબ NOC અપલોડ કરવાનું રહેશે.    For Download SMC N.O.C. Click Here.




  6. આ નિમણુક કામગીરી ફેર તરીકે ગણાશે. પગાર મૂળશાળામાં આકારવાનો રહેશે. મૂળશાળામાં આ શિક્ષકની જગ્યા ખાલી રાખવાની રહેશે.




  7. TA-DA વેકેશન મળવાપાત્ર થશે નહિ.




  8. આ નિમણુક 1 વર્ષ માટે કરવામાં આવશે પરંતુ સંતોષકારક કામગીરી ન હોય તો CCC ની નિમણુક રદ કરાશે.














CCC 2.0 માં શિક્ષકોની સેવા લેવા બાબત


FOR DOWNLOAD OFFICIAL CERCULAR CLICK HERE













CCC 2.0 માં ફોર્મ ભરવા માટે SMC સમિતિનું N.O.C. અપલોડ કરવું ફરજિયાત છે


For Download SMC N.O.C. Click Here.






 :arrow:  પસંદગી પ્રક્રિયા





પસંદગી પ્રક્રિયા નીચે મુજબ ત્રણ તબક્કાઓમાં થશે.


(1) તબક્કો -1 (70% ભારાંક)


          100 ગુણની MCQ ટાઈપ લેખિત પરીક્ષા લેવાશે. જેમાં ખોટા જવાબ બદલ 0.25 ગુણ કપાશે.પ્રશ્નપત્ર 90 મિનીટનું રહેશે.


પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ અને સાહિત્ય માટે અહી ક્લિક કરો.





(2) તબક્કો -2 (20% ભારાંક)


          CCC ખાતે જેટલા શિક્ષકોને કામગીરી ફેરથી મુકવાના થાય છે તેના ત્રણ ગણા ઉમેદવારો પ્રથમ તબક્કાના મેરીટના આધારે પસંદ કરાશે.જેનો કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ 50 ગુણની લેવાશે જેનો સમય 60 મીનીટનો રહેશે.


કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ અભ્યાસક્રમ અને અને સાહિત્ય માટે અહી ક્લિક કરો.





(3) તબક્કો -3 (10% ભારાંક)


          તબક્કા -૨ માં ઉપસ્થિત થવા લાયક શિક્ષકોને CCC ખાતે કામગીરી સંદર્ભે તેની જાણકારી, જ્ઞાન અને અભિગમ ધ્યાને લેવા રૂબરૂ મુલાકાત યોજવામાં આવશે જેના ગુણ 50 રહેશે.


          ત્રણે તબક્કામાં ઉપસ્થિત થયેલ શિક્ષકોના ગુણના આધારે રાજ્યકક્ષાનું મેરીટ લીસ્ટ બનશે. આ મેરીટના આધારે નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા કામગીરી ફેરના હુકમ કરવામાં આવશે. જો આ શિક્ષક દિન-૭ માં હાજર નહિ થાય તો પ્રતીક્ષા યાદીના આધારે બીજાના હુકમ થશે.





 :arrow: સુપર ન્યુમરી શિક્ષકોની અગ્રતા







  • જે શિક્ષકો હાલ વધ હેઠળ (સુપર ન્યૂમરી) હોય તેમને અગ્રતા મળશે પરંતુ આ શિક્ષકો એ પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ બીજા તબક્કની કસોટીમાં ઉપસ્થિત થવા માટે તબક્કા - ૨ માં દર્શાવ્યા મુજબ પાત્રતા મેળવવાની રહેશે અને કોમ્યુટર સ્કીલ Test માં ઓછામાં ઓછા ૫% ગુણ મેળવેલ હોવા જોઈએ જે શિક્ષક ૧ થી ૫ ના મહેકમમાં હોય અને હાલ વધ હેઠળ જો તેમને ૬ થી ૮ માં સમાવેલ હોય તેવા શિક્ષકો અથવા જે શિક્ષક ધો - ૬ થી ૮ ના મહેકમમાં હોય અને વધ હેઠળ જો તેમને ધો- ૧ થી પ માં સમાવ્યા હોય તેવા શિક્ષકો સુપર ન્યૂમરી ગણાશે નહિ. એટલે કે જે શિક્ષકો હાલ વધ હેઠળ છે અને તેમનો કોઈ પણ શાળામાં કોઈ પણ વિભાગમાં સમાવેશ થયેલ નથી તેવા શિક્ષકો કામગીરી ફેર માટે આ પરિપત્ર હેઠળ સુપર ન્યૂમરી ગણાશે કારણ કે આ શિક્ષકોના હુકમો CCC ખાતે થવાથી શાળાની કામગીરીને અસર થતી નથી પરંતુ આ શિક્ષકોએ તબક્કો - ૧ અને ૨ માં ઉપસ્થિત થવાની પાત્રતા હોવી જોઈશે.




  • હાલ CCC ખાતે જે શિક્ષકો ફરજ બજાવે છે તેમણે પણ જો CCC ખાતે કામગીરી ફેરથી ૧ વર્ષ માટે ચાલુ રહેવું હોય તો આ પરિપત્રની સુચનાઓ મુજબ Online દરખાસ્ત કરી દર્શાવેલ પસંદગીના ત્રણે તબડકાઓમાંથી પસાર થઈ મેરીટમાં આવવાનું રહેશે.




  • તમામ પરીક્ષા અને ઈન્ટરવ્યુ અમદાવાદ કે ગાંધીનગર ખાતે થશે. જેમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.




  • સેવાકિય બાબતો અંગેની કામગીરી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા થશે. આ અંગેની જાણ તાબા હેઠળ આવતી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને આપની કક્ષાએથી જાણ કરવાની રહેશે. જે આપશ્રીને વિદિત થાય છે.














CCC 2.0 EXAM PAPER


CLICK HERE TO DOWNLOAD













CCC 2.0 EXAM PROVISIONAL ANSWER KEY


CLICK HERE TO DOWNLOAD






 :arrow: Read More about CCC 2.0 Exam






Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ