પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અનુસંધાને સમજુતી.
શિક્ષણ વિભાગના તારીખ:-13/1/2004 ના સંદર્ભે હેઠળના જાહેરનામાનાથી મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. આ ભરતી નિયમોની જોગવાઇ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની તરીકે પ્રાથમિક શિક્ષક ને ગણવામાં આવેલ હતા અને તે મુજબ પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે તરતની બઢતીનું એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક નું પગારધોરણ મળવા પાત્ર થતું હતું. પ્રાથમિક શિક્ષકો માટે મદદનીશ કેળવણી નિરીક્ષક બાદ કોઈ બઢતીનો સંવર્ગ ન હોવાથી તેઓને બીજું અને ત્રીજું ઉચ્ચતર પગાર નાણા વિભાગ દ્વારા તારીખ:-18/2/2011 ના ઠરાવ ક્રમાંક:-પગર/1009/56-5(એ)મ થી નિયત કરવામાં આવેલ અનુસૂચિ મુજબ મળવાપાત્ર થતું હતું
ત્યારબાદ આ વિભાગના સંદર્ભ (૨) હેઠળના તારીખ:-18/1/12 ના જાહેરનામાથી મુખ્યશિક્ષક સંવર્ગના ભરતીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. આ ભરતી નિયમોથી કરવામાં આવેલ જોગવાઈ મુજબ મુખ્ય શિક્ષકની ફીડર કેડર તરીકે પ્રાથમિક શિક્ષકને રાખવામાં આવેલ હતા. મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવા અથવા તો ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે નિયત કરવામાં આવેલ લાયકાતો પૂર્ણ કરવાની જોગવાઈ જાહેરનામામાં જાહેર કરવામાં આવી હતી.
આમ, પ્રાથમિક શિક્ષકોને તારીખ:-3/1/2004ના જાહેરનામાં અનુસાર મદદનીશ કેળવણી નિરીક્ષક તથા તારીખ:-18/1/12 ના જાહેરનામા અનુસાર મુખ્ય શિક્ષક એમ બઢતી માટે બે જગ્યાઓ થતી હોય તેઓના ઉચ્ચતર પગારધોરણ સંબંધિત વિસંગતતા ઉપસ્થિત થતા આ વિભાગના તારીખ:-2/12/2014 ના સંદર્ભ(૩) હેઠળના ઠરાવ મુજબ મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવી સ્વેચ્છિક હોય તેઓએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તેમ ઠરાવવામાં આવેલ.
ત્યારબાદ આ વિભાગના સંદર્ભ (૪) હેઠળનાં તારીખ:-22/9/16 ના જાહેરનામાથી મુખ્ય શિક્ષક ભરતી ના નિયમો-૨૦૧૬ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે નક્કી થયેલા ઉચ્ચતર પગારધોરણના નિયમોનું પૃથક્કરણ.:arrow: પ્રાથમિક શિક્ષકને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ :arrow: સીધી ભરતીથી નિમણુક મેળવેલ મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ. :arrow: બઢતીથી નિમણુક મેળવેલ મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ. :arrow: કઈ બાબતમાં થયો ફેરફાર? :arrow: જો કર્મચારી મદદનીશ કેળવણી નિરીક્ષક સંવર્ગમાં બઢતી મેળવે તો? |
ત્યારબાદ આ વિભાગના તારીખ:-31/1/2019 ના સંદર્ભ પાંચ હેઠળના જાહેરનામાનાથી મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી ના નિયમો-૨૦૧૯ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. આ નિયમોની જોગવાઇ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની ફીડર કેડર તરીકે પ્રાથમિક શિક્ષક ના બદલે મુખ્ય શિક્ષક નો સમાવેશ કરવામાં આવેલ. આમ પ્રાથમિક શિક્ષકો માટે સીધી ભરતીની કોઈ જગ્યા રહેતી ન હોય તેમ જ મુખ્ય શિક્ષકની બઢતી પ્રાથમિક શિક્ષકો માટે સ્વૈચ્છિક હોય તેઓના ઉચ્ચતર પગારધોરણ અંગે વિસંગતતા ઉપસ્થિત થયેલ હતી.
આ વિસંગતતાઓ દૂર કરવા સંદર્ભે થયેલ વિચારણાને અંતે સંદર્ભ (૬) હેઠળના આ વિભાગના તારીખ:-12/1/21ના જાહેરનામાથી મુખ્યશિક્ષક વર્ગ-૩ સંવર્ગની ભરતી નિયમોમાં સુધારો કરવામાં આવેલ અને સંદર્ભ (૭) હેઠળના તારીખ:-21/1/2020 ના જાહેરનામાથી મદદનીશ કેળવણી નિરીક્ષકના ભરતીના નિયમો-2021 પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ તારીખ:-15/3/21 ના સંદર્ભ (૮) હેઠળના ઠરાવથી મુખ્ય શિક્ષક વર્ગ-3 સંવર્ગને શૈક્ષણિક સંવર્ગની મંજૂરી આપવામાં આવેલ છે.
ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મFORM ની વિશેષતાઓ ❁ તિજોરી અને પગાર નિયામકની કચેરી ના નોમ્સ મુજબનું ફોર્મ ❁ ચેક લીસ્ટ અને પત્રક -4 સામેલ ❁ કર્મચારીએ આપવાની થતી તમામ બહેધારીના નમુના ❁ તાલુકા કક્ષાએથી આપવાના થતા તમામ પ્રમાણપત્રોના નમુના ❁ વિકલ્પ ફોર્મનો નમુનો ❁ તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવાના થતા આદેશના નમુના. |
ઉપર્યુક્ત વિગતે આ વિભાગના તારીખ:-12/1/2021 અને તારીખ:-21/1/2021 ના જાહેરનામા તેમજ તારીખ:-15/3/21 નો ઠરાવ અમલમાં આવેલ હોય રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પ્રથમ, દ્વિતીય ને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણના સંબંધમાં સંદર્ભ (૧) થી (૮) હેઠળ પ્રસિદ્ધ થયેલા જુદા-જુદા જાહેરનામાં અને ઠરાવો અને તેમાં કરવામાં આવેલા આનુસંગિક ફેરફારો અન્વયે અર્થઘટન બાબતમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી સંદર્ભમાં દર્શાવેલ તમામ જાહેરનામાં અને ઠરાવોની મૂળ જોગવાઇઓમાં કોઈપણ ફેરફાર ન થાય તે ધ્યાને લઈને તે જોગવાઈઓના સંદર્ભમાં નીચે મુજબની સામાન્ય સમજૂતી બહાર પાડવામાં આવેલ છે
પ્રાથમિક શિક્ષક સંવર્ગ એ મુખ્ય શિક્ષક સંવર્ગની ફીડર કેડર હોય પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે મુખ્ય શિક્ષકના ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે.
મુખ્ય શિક્ષક માટે મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યાઓ પર બઢતી મેળવી સ્વૈચ્છિક છે એટલે કે મુખ્ય શિક્ષક માટે ફરજિયાત બઢતીની કોઈ જગ્યા નથી પરંતુ જે મુખ્ય શિક્ષક ભરતી મેળવવા ઈચ્છતા હોય માત્ર તેઓએ જ સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહે છે. આમ, મુખ્ય શિક્ષકનો સંવર્ગ એકાકી સંવર્ગ છે.
મુખ્ય શિક્ષક સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ ગણવામાં આવેલ છે. તેમજ આ સંવર્ગ એકાકી સંવર્ગ હોવાથી પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક બાદ ફરજીયાત બઢતી માટે કોઈ જગ્યા ન હોય તેઓને નાણા વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અનુસૂચિ મુજબનું દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થાય છે.
મુખ્ય શિક્ષક માટે બઢતીની કોઈ જગ્યા ન હોવાથી તેઓને પણ એકાકી સંવર્ગ મુજબ નાણાં વિભાગના ઉચ્ચતર પગારધોરણ સંબંધિત લાગુ પડતાં ઠરાવ તથા તેમાં થયેલા આનુસંગિક સુધારાઓની જોગવાઇઓને આધીન નાણા વિભાગ દ્વારા નિયત કરવામાં અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થાય છે.
મુખ્ય શિક્ષક તારીખ:-21/1/21 ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલ પદ્ધતિ મુજબ જો સ્વૈચ્છિક રીતે મદદનીશ કેળવણી નિરીક્ષક સંવર્ગમાં બઢતી મેળવે છે. તેવા સંજોગોમાં તેઓએ નાણાં વિભાગના ઉચ્ચતર પગારધોરણ સંબંધિત લાગુ પડતા ઠરાવની જોગવાઇઓને આધીન ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે.
પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અનુસંધાને સમજુતી બાબત પરિપત્ર. |
મુખ્ય શિક્ષક (HTAT) બદલીના નિયમો |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
4 ટિપ્પણીઓ
[…] Higher Grade Pay Rules For Primary Teachers and Head Teachers. […]
જવાબ આપોકાઢી નાખો[…] Higher Grade Pay Rules For Primary Teachers and Head Teachers. […]
જવાબ આપોકાઢી નાખો[…] Higher Grade Pay Rules For Primary Teachers and Head Teachers. […]
જવાબ આપોકાઢી નાખો[…] Higher Grade Pay Rules For Primary Teachers and Head Teachers. […]
જવાબ આપોકાઢી નાખો